ETV Bharat / state

સુરતઃ કાંઠાના ગામડાઓમાં સિંચાઈનું પાણી ન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં

સુરતઃ પાણી છોડાયાની ખુશી ખેડૂતોના મોઢા પર લાંબી ટકી નહીં, ક્યાંક પૂરતા પ્રેસરથી ન મળવાની તો ક્યાંક ટીપુય પાણી પહોંચ્યું ન હોવાની ફરિયાદ સામે આવી રહી છે. 35 દિવસ કેનાલ બંધ રહ્યા બાદ પાણી છોડાયાના આજે 10 દિવસ બાદ પણ કાંઠાના ગામડાઓમાં સિંચાઇના પાણી નહીં પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

sur
author img

By

Published : May 8, 2019, 1:36 AM IST

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ઉકાઈ કાંકરાપાર યોજના આર્શીવાદ રૂપ છે. મુખ્ય કેનાલ દ્વારા કાંઠા અને છેવાડાના વિસ્તારોમાં સિંચાઇનું પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ અનેક જગ્યાએ પાણી સમયસર ન મળવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. આશરે 35 દિવસ કેનાલ બંધ રહ્યા બાદ ઉકાઈ ડેમમાંથી રોટેશન મુજબ, 25 મીએ જમણાં કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જોકે, હંમેશાની જેમ આ વખતે પણ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતોએ સિંચાઇના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

કાંઠાના ગામડાઓમાં સિંચાઈનું પાણી ન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં

કેનાલમાં પાણી છોડ્યા બાદ લગભગ દરેક વિસ્તારના ખેડૂતોને પાણી સમયસર મળી જતું હોય છે. જોકે, ઓલપાડ તાલુકાના ખેડૂતો આજે પણ સિંચાઇના પાણી માટે ટળવળી રહ્યા છે. ખાસ કરીને, કાંઠા વિસ્તારના ખેડૂતોને 10 દિવસ બાદ પણ ટીપું પાણી નહીં મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

સિંચાઇના પાણીની આશા સાથે ખેડૂતોએ ઉનાળું ડાંગર સહિત પરવળ, ભીંડા, કાકડી તથા દૂધી જેવા શાકભાજીના પાકો બનાવી દીધા છે. હજારો રૂપિયાના ખર્ચ કર્યા બાદ આજે પાક ઉભા છે તેવા સમયે જ સમયસર સિંચાઈના પાણી નહીં મળતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે. ખાસ કરીને કરંજ પટ્ટીના ગામડાઓમાં નઘોઈ, સોંદલાખારા, દેલાસા, મિરજાપોર, પારડી ઝાંખરી, કરંજ સહિતના ગામડાઓમાં આજે પણ અડધી નહેર ચાલી રહી છે.

જેના કારણે ખેડૂતો મશીન મૂકવા મજબુર બન્યા છે અને પાકને જીવનદાન મળે તે માટે પાણી પહોંચાડવા મરણીયા પ્રયાસ કરી રહ્યા છે જ્યારે ભાંડુત માયનોરમાં આજે પણ ટીપું પાણી નહીં પહોંચતા ખોસાડીયા, પિંજરત, ટૂંડા, ડભારી સહિતના કાંઠાના ખેડૂતો દેવાના ડુંગર ટળે દબાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે. કાંઠાના ખેડૂતો ટેન્કરના સહારે પોતાના ઉભા પાક બચાવવા મરણીયા પ્રયાસ કરી રહ્યા છે.

ખેડૂતોનું જો માનીએ તો, પાણી પહોંચાડવાની વાત તો દૂર પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોની કફોડી સ્થિતિ જોવા સુધ્ધા આવતા નથી. જોકે, સિંચાઈ અધિકારી પાણી ન પહોંચવા પાછળ ઉપરવાસના ખેડૂતોને જવાબદાર ગણી રહ્યા છે. આગામી દિવસોમાં ખેડુતોના ઉભા પાક બચાવવા પ્રયાસ કરનાર હોવાનું જણાવી રહ્યા છે.

સરકાર કરોડો રૂપિયા કેનાલ પાછળ ખર્ચે છે તેમ છતાં ટેઈલ વિસ્તારમાં આજે પણ ખેડૂતોને સમયસર પાણી મળી શકતું નથી. તેની પાછળ અધિકારીઓનું અણઘડ આયોજન છે કે પછી નેતાગીરી વામણી પુરવાર થઇ રહી છે એ સમજાતું નથી.

R_GJ_SUR_01_PANI KYRE_07MAY_GJ10025_SPECIAL STORY

એન્કર _પાણી છોડાયાની ખુશી ખેડૂતોના મોઢા પર લાંબી ટકી નહીં, ક્યાંક પૂરતા પ્રેસર થી ન મળવાની તો ક્યાંક ટીપુંય પાણી પહોંચ્યું ન હોવાની ફરિયાદ. 35 દિવસ કેનાલ બંધ રહ્યા બાદ પાણી છોડાયા ના આજે 10 દિવસ બાદ પણ કાંઠાના ગામડાઓમાં સિંચાઇના પાણી નહીં પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

વીઓ _ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ઉકાઈ કાંકરાપાર યોજનાએ આર્શીવાદ રૂપ છે. મુખ્ય કેનાલ દ્વારા કાંઠા અને છેવાડાના વિસ્તારોમાં સિંચાઇનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ અનેક જગ્યાએ પાણી સમયસર ન મળવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. આશરે 35 દિવસ કેનાલ બંધ રહ્યા બાદ ઉકાઈ ડેમમાંથી રોટેશન મુજબ, 25 મીએ જમણાં કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જોકે, હંમેશની જેમ આ વખતે પણ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતોએ સિંચાઇના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. કેનાલમાં પાણી છોડયા બાદ લગભગ દરેક વિસ્તારના ખેડૂતોને પાણી સમયસર મળી જતું હોય છે. જોકે, ઓલપાડ તાલુકાના ખેડૂતો આજે પણ સિંચાઇના પાણી માટે ટળવળી રહ્યા છે. ખાસ કરીને, કાંઠા વિસ્તારના ખેડૂતોને 10 દિવસ બાદ પણ ટીપું પાણી નહીં મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

બાઈટ _હર્ષદ પટેલ_ખેડૂત_ખોસાડીયા ગામ

વીઓ _ સિંચાઇના પાણીની આશા સાથે ખેડૂતોએ ઉનાળું ડાંગર સહીત પરવળ, ભીંડા, કાંકડી તથા દૂધી જેવા શાકભાજીના પાકો બનાવી દીધા છે, હજારો રૂપિયાના ખર્ચ કર્યા બાદ આજે પાક ઉભા છે તેવા સમયે જ સમયસર સિંચાઈ ના પાણી નહીં મળતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે. ખાસ કરીને, કરંજ પટ્ટીના ગામડાઓમાં નઘોઈ, સોંદલાખારા, દેલાસા, મિરજાપોર, પારડી ઝાંખરી, કરંજ સહિતના ગામડાઓમાં આજે પણ અડધી નહેર ચાલી રહી છે જેના કારણે ખેડૂતો મશીન મૂકવા મજબુર બન્યા છે અને પાકને જીવનદાન મળે એ માટે પાણી પહોંચાડવા મરણીયા પ્રયાસ કરી રહ્યા છે. જયારે ભાંડુત માયનોર માં આજે પણ ટીપું પાણી નહીં પહોંચતા ખોસાડીયા, પિંજરત, ટૂંડા, ડભારી સહિતના કાંઠાના ખેડૂતો દેવાના ડુંગર ટળે દબાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે. કાંઠાના ખેડૂતો ટેન્કર ના સહારે પોતાના ઉભા પાક બચાવવા મરણીયા પ્રયાસ કરી રહ્યા છે. 

બાઈટ_ હેમંત પટેલ_ ખેડૂત

વીઓ _ ખેડૂતોનું જો માનીએ તો, પાણી પહોંચાડવાની વાત તો દૂર પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોની કફોડી સ્થિતિ જોવા સુધ્ધા આવતા નથી. જોકે, સિંચાઈ અધિકારી પાણી ન પહોંચવા પાછળ ઉપરવાસ ના ખેડૂતોને જવાબદાર ગણી રહ્યા છે. આગામી દિવસોમાં ખેડુતોના ઉભા પાક બચાવવા પ્રયાસ કરનાર હોવાનું જણાવી રહ્યા છે.

બાઈટ_ તુષાર પટેલ_ સિંચાઈ અધિકારી_હજીરા પેટા વિભાગ_ઓલપાડ

ફાઇનલ વીઓ _ સરકાર કરોડો રૂપિયા કેનાલ પાછળ ખર્ચે છે તેમ છતાં ટેઈલ વિસ્તારમાં આજે પણ ખેડૂતોને સમયસર પાણી મળી શકતું નથી. આની પાછળ અધિકારીઓનું અણઘડ આયોજન છે કે પછી નેતાગીરી વામણી પુરવાર થઇ રહી છે એ સમજાતું નથી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.