ETV Bharat / state

Viral Video : જાહેર શૌચાલયને કર્મચારીએ રસોડામાં ફેરવી નાખ્યું, વિડીયો જોતા લોકો આશ્ચર્યમાં મૂકાયા - સુરતમાં જાહેર શૌચાલય

સુરતના પાર્લે પોઇન્ટમાં મહાનગરપાલિકાના શૌચાલયને કર્મચારીએ રસોડામાં ફેરવી નાખ્યું છે. રાત્રિ દરમિયાન શૌચાલયની અંદર કર્મચારી જમવાનું બનાવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કર્મી જણાવે છે કે, લોકો શૌચાલયમાં ડ્રગ્સ દારૂ લે છે હું તો માત્ર રસોઈ બનાવું છે.

Viral Video : જાહેર શૌચાલયને કર્મચારીએ રસોડામાં ફેરવી નાખ્યું, વિડીયો જોતા લોકો આશ્ચર્યમાં મૂકાયા

author img

By

Published : Apr 12, 2023, 5:45 PM IST

સુરતમાં જાહેર શૌચાલયને કર્મચારીએ રસોડામાં ફેરવી નાખ્યું

સુરત : કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા જાહેર શૌચાલયમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ વિડીયો આમ તો વાયરલ થયો છે, પરંતુ હાલ જે રીતે આ વિડીયો વાયરલ થયો છે. તે લોકોમાં એક આશ્ચર્ય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. સુરતના પાર્લે પોઇન્ટ બ્રિજ નીચે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. જોકે આ જાહેર શૌચાલયમાં રસોડું ઊભું કરી દેવામાં આવ્યું છે. જી હા, આ વાત કદાચ સાંભળીને કદાચ નવાઈ લાગશે પરંતુ આ એક સાચી હકીકત છે. સુરત શહેરના એક જાગૃત નાગરિક આ શૌચાલયમાં ગયા હતા. જ્યા જાગૃત નાગરિક શૌચાલયમાં જતા જ તે પોતે ચોકી ઉઠે છે. કારણ કે, ત્યાં જ કામ કરતા કર્મચારીએ શોચાલયને બદલે ત્યાં રસોડું ઊભું કરી કરી દીધું હતું.

રાત્રી દરમિયાન શૌચાલય બંધ : આ ઉપરાંત જ્યારે આ જાગૃત નાગરિક દ્વારા તેને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું હતું કે, તે પોતે બે દિવસ પહેલા જ અહીં આવ્યો છે. રસોઈ કરવા માટે કોઈ જગ્યા નહીં મળતા તેને વિકલાંગ શોચાલયનો ઉપયોગ કર્યો છે. રાત્રિના દસ વાગ્યા આમ પણ શોચાલય બંધ થઈ જતું હોવાનું બહાનું કર્મચારીએ કાઢ્યું હતું. આ સાથે સાથે અન્ય જાહેર શૌચાલયમાં ડ્રગ્સ સહિતના ઇન્જેક્શનનો પણ લોકો લેતા હોવાનો આરોપ તેમના દ્વારા મૂકવામાં આવ્યો હતો. શોચાલયની બહાર મસ મોટી જગ્યા હોવા છતાં આ કર્મચારી શૌચાલયનો ઉપયોગ રસોડા માટે કરતા અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો : MP Viral Video: ભિંડમાં બાળદર્દીની દલીલથી પ્રભાવિત થયા ડોક્ટર, જુઓ વીડિયો

લોકોને થાય છે રાત્રી દરમિયાન હાલાકી : વિડીયો બનાવનારે જણાવ્યું હતું કે, રાત્રી દરમિયાન તેઓ મનપા સંચાલિત શૌચાલયમાં ગયા હતા. જોયું કે કર્મચારીએ શૌચાલયની અંદર રસોડું બનાવી રાખ્યું છે. આ અંગે જ્યારે ત્યાંના કર્મચારીને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, તેઓ રોજે રાત્રિના દરમિયાન શૌચાલયની અંદર રસોઈ બનાવે છે. કર્મચારીઓ રાત્રે શું કરી રહ્યા છે અને તેમના કારણે લોકોને હાલાકી થાય છે તે અંગે તપાસ થવી જરૂરી છે.

આ પણ વાંચો : Junagadh Lion: ગીર દેવડીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરતા પ્રવાસીઓ

અન્ય શૌચાલયની પણ હાલત કફોડી : વીડિયોમાં જે કર્મચારી નજરે આવે છે તેનું નામ રઘુવીર સિંહ છે. વીડિયોમાં તે જણાવે છે કે દરરોજ રાત્રિના સમયે તે શૌચાલયની અંદર રસોઈ બનાવે છે, એટલું જ નહીં કર્મચારી સાથે જણાવી રહ્યો છે કે તે માત્ર રસોઈ બનાવે છે. જ્યારે મનપા સંચાલિત અન્ય શૌચાલયમાં તો લોકો દારૂ અને ડ્રગ્સ નું સેવન પણ કરે છે. વિડીયો વાયરલ થતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, વીડિયોમાં શું છે તે હાલ તપાસનો વિષય છે. આ સમગ્ર મામલે હકીકત શું છે તે અંગે તપાસ કરવામાં આવશે. જોકે, આ વિડીયોની પૃષ્ટિ ETV Bharat કરતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.