ETV Bharat / state

Electric Vehicles : ઇલેક્ટ્રિક વાહનો પર સૌથી વધુ સબસીડી રિલીઝ કરનાર સુરત RTO રાજ્યમાં પ્રથમ ક્રમાંકે

પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે સબસીડીની જાહેરાત કરી છે, ત્યારે સુરત RTO દ્વારા છેલ્લા એક વર્ષમાં 61 કરોડની સબસીડી છોડવામાં આવી છે. જે રાજ્યમાં સૌ પ્રથમ RTO છે.

Electric Vehicles : ઇલેક્ટ્રિક વાહનો પર સૌ વધુ સબસીડી રિલીઝ કરનાર સુરત RTO રાજ્યમાં પ્રથમ

author img

By

Published : May 4, 2023, 9:22 PM IST

લેક્ટ્રિક વાહનો પર સૌ વધુ સબસીડી રિલીઝ કરનાર સુરત RTO રાજ્યમાં પ્રથમ

સુરત : સુરત RTOએ ઈલેક્ટ્રિક વાહનોને લઈને અને પર્યાવરણની જાળવણી માટે મોટી રકમમાં સબસીડી રિલીઝ કરવામાં રાજ્યની પ્રથમ આરટીઓ થઈ છે. ઉલ્લેખનીય છે કે, પ્રદૂષણએ સૌથી મોટી સમસ્યા છે. પર્યાવરણની જાળવણી માટે તમામ દેશો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાત સરકાર પણ પર્યાવરણની જાળવણી માટે લોકોને ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન કરી રહી છે અને જે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે. તેમને 10,000થી લઈ 1,50,000 સુધી સબસીડી આપી રહી છે. સતત પેટ્રોલના ભાવમાં વધારો અને ઇલેક્ટ્રિક વાહનોમાં સબસીડીના કારણે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનોમાં રુચિ લઈ રહ્યા છે.

કેટલા રકમની સબસીડી : સુરત RTOમાં એક જ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનાર લોકોને 61 કરોડ રૂપિયાની સબસીડી રિલીઝ કરવામાં આવી છે. સુરત RTO રાજ્યની પ્રથમ એવી RTO છે જે આટલી મોટી રકમની સબસીડી રિલીઝ કરવા જઈ રહી છે. પર્યાવરણની જાળવણી અને સબસીડીના કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે.

આ પણ વાંચો

  1. E Truck : હવે દેશ વિદેશમાં દોડશે ગુજરાતમાં તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ ઇલેક્ટ્રિક ટ્રક
  2. વાહન વેચાણમાં સુરત અવ્વલ, એક વર્ષમાં 12000 વધુ ગાડી છૂટી
  3. અમદાવાદી યુવકનું સ્ટાર્ટઅપ, પેટ્રોલવાળું વાહન હવે બેટરીથી ચાલશે

દર કિલો વોટ પર 10 હજાર રૂપિયા સુધીની સબસીડી : સુરત RTO આકાશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર પ્રોત્સાહનના ભાગરૂપે સબસીડી આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક વાહનોના કારણે પ્રદૂષણમાં ઘટાડો થાય છે. દર કિલો વોટ પર 10 હજાર રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે. ટુ વ્હીલર વાહનમાં 20,000 સુધી મહત્તમ મર્યાદા છે, થ્રી વ્હીલરમાં 50,000 રૂપિયા સુધી જ્યારે ફોર વ્હીલર વાહનોમાં 1,50,000 સુધીની મહત્તમ મર્યાદા છે. લોકોની રુચિ સબસીડી મળવાના કારણે ઇલેક્ટ્રિક વાહનોમાં વધી છે.

61 કરોડ રૂપિયાની ફાળવણી : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષમાં 1 માર્ચ 2022થી લઈ 31 એપ્રિલ 2023 સુધી ફાઇનાન્સિયલ ઇયરમાં 13700 જેટલા વાહનોની સબસીડીના ભાગરૂપે 61 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે .દરેક પ્રકારની ફાળવણી અરજદારના ડાયરેક્ટ એકાઉન્ટમાં થાય છે. જેનો ડાયરેક્ટ બેનિફિટ તેમને મળે છે. ઇલેક્ટ્રિક વાહનોના કારણે પ્રદૂષણમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે. કાર્બન ડાયોક્સાઇડ માપન ઘટાડો નોંધાયો છે. સાથે તાપમાનના વધારા માટે જે જવાબદાર વાયુ છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.