ETV Bharat / state

Surat news : આઈસરનું ટાયર ફરી વળતા 4 વર્ષના માસૂમ બાળકનું થયું મૃત્યુ

author img

By

Published : Mar 27, 2023, 12:32 PM IST

સુરતના ભેસ્તાનમાં 4 વર્ષના બાળક પર આઇસરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું છે. બાળક મોબાઈલમાં ગેમ રમી રહેલો હતો. તે સમય અચાનક આઈસરની અડફેટે ચડ્યા મૃત્યુ નીપજ્યું હતું. હાલ આ મામલે પાંડેસરા પોલીસે આઇસર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Surat news : આઈસરનું ટાયર ફરી વળતા 4 વર્ષના માસૂમ બાળકનું થયું મૃત્યુ
Surat news : આઈસરનું ટાયર ફરી વળતા 4 વર્ષના માસૂમ બાળકનું થયું મૃત્યુ
સુરતમાં 4 વર્ષના બાળકને આઇસર ચાલક ટેમ્પોએ અડફેટે લેતા મૃત્યુ

સુરત : શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ શહેરના ભેસ્તાન વિસ્તારના સિદ્ધાર્થ નગર પાસે ગઈકાલે રાતે નવ વાગ્યાની આસપાસ 4 વર્ષનો બાળક ફૂટપાથ પર બેઠો હતો. તેમનો પરિવાર ત્યાં જ ફળ ફલ્યુટનું વેચાણ કરી રહ્યું હતું, ત્યારે અચાનક આઇસર ચાલક ત્યાં ગાડી પાર્કિંગમાં લગાવતો હતો, ત્યારે જ બેઠેલા બાળકને આઇસર ચાલકે અડફેટે લેતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના સર્જાતા સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને આઇસર ચાલકની ધરપકડ કરી પાંડેસરા પોલીસને સોંપ્યો હતો. હાલ આ મામલે પાંડેસરા પોલીસે આઇસર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Patan News : બાલીસણામાં કારની અડફેટે બાઈક ચાલકનું મોત, સીસીટીવીમાં જોવા મળ્યાં દ્રશ્ય

બાળક પર ચડાવી દીધું આઈસર : આ બાબતે મૃતક બાળકના પરિવારના સંબંધી જયેશ દેવીપુજકે જણાવ્યું કે,આ પરિવાર ત્યાં ફૂટપાથ પર ફળ ફ્રુટ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યા રોજના નિત્યક્રમ મુજબ ફૂટપાથ બેસીને ફળ ફ્રુટનું વેચાણ કરે છે. એમનો છોકરો બાજુમાં બેસીને મોબાઇલ પર ગેમ રમી રહ્યો હતો. ત્યારે જ અચાનક આઇસર ટેમ્પો ચાલક આવીને બાળક પર ચડાવી દીધું હતું. જેથી બાળકનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. મૃતક છોકરાના પિતા અપંગ છે અને તેમની માતા બોલી શકતા નથી. તેઓ ગુંગી છે અને આઇસર ચાલકે છોકરા પર ચઢાવી ડેટા આ અકસ્માત સર્જાયો હતો. છોકરાઓ નામ અનમોલ પ્રકાશ દેવીપુજક છે. તેઓ સાડા ચાર વર્ષનો હતો. ડ્રાઇવરે સ્થળ પરથી જ પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો.

આ પણ વાંચો : Porbandar Accident : ધોરી માર્ગ પર કાર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારના મૃત્યુ

બાળક આઈસર પાછળના ટાયરમાં આવી ગયું : આ બાબતે પાંડેસરા પોલીસે જણાવ્યું કે, આ ઘટના ગઈકાલે રાત્રે 9:00 વાગે બની હતી. આઇસર ચાલક સંતોષ નિત્યક્રમ મુજબ ત્યા જ પાર્કિંગ કરતો હતો. ગઈકાલે રાતે આઇસર ચાલક જ્યારે ગાડી પાર્ક કરી રહ્યો હતો, ત્યારે આ બાળક પાછળના ટાયર ફરી વળ્યું હતું. જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તો આ મામલે અમે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.