સુરત બોગસ પુરાવાઓ ઉભા કરી તેના આધારે પેઢીઓનું જીએસટી રજીસ્ટ્રેશન કરાવી બોગસ બિલીંગનો (GST registration bogus billing scam) ખેલ કરતા લોકો માટે ચેતવા સમાન બનાવ સામે આવ્યો છે. જેમાં ચોરી માટે ખોટા પુરાવાના ખેલ પાડતા લોકોને પોલીસ ગમે ત્યારે પક્ડીને શકે છે. સુરત ઇકો સેલ પોલીસ(Surat Eco Cell Police) દ્વારા જીએસટી કૌભાંડના માસ્ટર માઇન્ડ કહેવાતા (Bogus Billing Racket Surat) આલમ સૈયદની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડી 19 બોગસ પેઢીઓ ઉભી કરી 496 કરોડનુ બિલીંગ કર્યાની માહિતી મળી રહી છે. આ સાથે જ આ કેસના 14 કૌભાંડીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
બોગસ બિલિંગના રેકેટ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા બોગસ બિલિંગના રેકેટ (Bogus Billing Racket Surat) મામલે સુરત ઇકો સેલ પોલીસ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતાં. ઓળખ અને રહેઠાણના બોગસ પુરાવાઓ ઉભા કરી તેના આધારે પેઢીઓનું જીએસટી રજીસ્ટ્રેશન કરાવી બોગસ બિલીંગનો ખેલ કરાતો હોવાની પાકી બાતમીના આધારે આ કાર્યવાહી (Eco Cell Police arrest GST scam master Alam Syed) કરાઇ હતી. ઇકો સેલ દ્વારા સુરતક ઉપરાંત મોરબી, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં દરોડા કરવામાં આવ્યા હતા.આ દરોડા દરમિયાન ઝડપી પડાયેલા 14 કૌભાંડીઓને ઝડપી લેવાયા હતાં. રિમાન્ડ મેળવી કરાયેલી તપાસમાં 1206 કરોડનાં બોગસ જીએસટી બિલ પધરાવી 116 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનો પર્દાફાશ કરાયો હતો. પકડાયેલા 14 આરોપીઓની પૂછપરછમાં માસ્ટર માઈન્ડ આલમ સૈયદનીનું નામ બહાર આવ્યું હતું.
આ પણ વાંચો કોઈ અજાણી વ્યક્તિ તમારો ફોન માંગે તો થઈ જાઓ સાવધાન
ડોક્યુમેન્ટના મિસ યુઝ ગત ઓક્ટોબર 2022માં (Bogus Billing Racket Surat) ઇકો સેલ પોલીસને (Surat Eco Cell Police) બાતમી મળી હતી કે, કેટલાક ડોક્યુમેન્ટના મિસ યુઝ કરી ખોટી પેઢીઓ બનાવવામાં આવી રહી છે. અને તેના દ્વારા કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવી રહ્યું છે. અને આ રીતે સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી રહ્યો છે. આ મામલે IPC વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં ટેકનિકલ સર્વલેન્સ ના આધારે નવેમ્બર 2022માં ગુજરાતના અલગ અલગ છ શહેરોમાં રેડ પાડવામાં આવી હતી. અને ત્યારે એક સાથે 14 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
3000 કરોડથી વધારેની બિલિંગ ટોટલ 3000 કરોડથી વધારેની આમાં બિલિંગ ક (Bogus Billing Racket Surat) રવામાં આવ્યા છે. તે ઉપરાંત અલગ અલગ સ્ટેટમેન્ટના બીલીગ છે. જેમકે, કેમિકલ, ટેક્સટાઇલ, ઉદ્યોગ, પેટ્રો કેમિકલ્સ, સ્ક્રેપને લગતા એમ અનેક બિલિંગો થયેલા છે.