- તમંચા ગ્રાહકને વેચવા આવતા બંને પકડાયા
- બંને શખ્સો મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી
- પોલીસે 27 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે
બારડોલી : સુરત જિલ્લા SOG અને LCBની ટીમે દેશી હાથ બનાવટના તમંચા સાથે બે યુવકોને પલસાણા તાલુકાના તાતીથૈયાથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી બે તમંચા સહિત કુલ રૂ. 27 હજાર 570 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બાતમીના આધારે ઈસમો પકડાયા
સુરત જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુરુવારના રોજ પેટ્રોલીંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઇંદ્રજીત ઉર્ફે સોનું તથા ગોવિંદ શાહુ નામના બે ઇસમો બે દેશી હાથ બનાવટના તમંચા ગ્રાહકને આપવા માટે તાતીથૈયા નજીક આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન સહયોગ હોટેલ પાસે બે શંકાસ્પદ ઇસમો ચાલતા ચાલતા આવતા નજરે પડતાં પોલીસે બંનેને ઈશારો કરી ઊભા રહેવા જણાવ્યુ હતું. પોલીસે બંનેને કોર્ડન કરી પકડી લીધા હતા. તેમની ઝડતી લેતા તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં ગેરકાયદેસર બે તમંચા મળી આવ્યા હતા. બંને ઇસમોની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.