સુરત : ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા આજ રોજ રાજ્યનું બજેટ સત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી, તો કેટલીક જાહેરાતો ન થતા ક્યાંક નિરાશા પણ લોકોમાં જોવા મળી હતી.
આ તકે આજે રજુ કરાયેલા બજેટમાં રાજ્ય સરકાર દ્વારા સુરતના મેટ્રો પ્રોજેકટ માટે અલગથી 406 કરોડની જાહેરાત કરવામાં આવી છે. જે જાહેરાતને લઈ ચેમ્બરના ઉપપ્રમુખ અને જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, એક તરફ દુનિયાનું સૌથી મોટું સુરતનું ડાયમંડ હીરા બુર્સ તૈયાર થઈ રહ્યું છે. તો બીજી તરફ મેટ્રો રેલ પ્રોજેકટનું કામ શરૂ થવાનું છે. જેના કારણે વેપાર ઉદ્યોગના લોકોને મોટી રાહત મળી રહેશે.