સુરત : શહેરના 500 જેટલાં રત્નકલાકારો કલેક્ટર કચેરીએ પગાર વધારોના માંગને લઈને ધરણા ઉપર બેઠા છે. આ તમામ રત્નકલાકારો ગત 25મી તારીખે હડતાળ કરી હતી. આ વર્ષેથી તમામ રત્નકલાકારોની દિવાળીની રજા કાપી નાખી અને બોનસ પણ અડધું કરી નાખ્યું છે. તે ઉપરાંત પગારમાં પણ વધારો કરવામાં આવતો ન હતો. મેનેજમેન્ટ દ્વારા ફક્ત બહેદારી આપવામાં આવતી હતી કે, જાન્યુઆરી મહિનામાં પગાર વધારો થશે, પરંતુ હજી સુધી તેમનો પગાર વધારવામાં આવ્યો નથી. જેને લઈને આજરોજ આ તમામ રત્ન કલાકારો કલેક્ટર કચેરી લાલા ધુમ જોવા મળ્યા હતા.
25મી મે 2023ના રોજ લક્ષ્મી ડાયમંડના 500 રત્નકલાકાર દ્વારા પગાર વધારાને લઈને હડતાળ પર ઉતર્યા હતા. તે સમય દરમિયાન લક્ષ્મી ડાયમંડના મેનેજમેન્ટ સાથે અમારી ચર્ચાઓ થઈ હતી કે, તેમના દ્વારા 15 દિવસનો સમય માગ્યો અમે હતો. એના બદલામાં એમ એમને 20 દિવસનો સમય આપ્યો હતો. પરંતુ આજે એક મહિનો થવામાં આવ્યો છે. આજદિન સુધી એક પણ રત્નકલાકારનો પગાર વધાવ્યો નથી. જેને લઈને કલેકટર કચેરી આવ્યા છીએ અમે તેઓને રજૂઆત કરી છે. આજે બપોર સુધી લેબર ડિપાર્ટમેન્ટ પણ તેમની સાથે મીટીંગ કરવાની હતી. રજુઆતમાં અમે કહ્યું છે કે, જ્યાં સુધી તમે પગાર વધારાને લઈને મધ્યસ્થીના કરાવો, લેખિતમાં કોઈ જવાબ ના આપો ત્યાં સુધી અમે અહીં ધારણા પર બેઠા રહેશું. - ભાવેશ ટાંક (ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ)
ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ : ઉલ્લેખનીય છે કે, હાલ ઉનાળાનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને કારણે રત્નકલાકારોની હાલત કફોડી થઇ ગઈ છે. થોડા દિવસો પહેલા જ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત જિલ્લા કલેકટરને આયોજનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો હોય, ત્યારે ડાયમંડ ઉદ્યોગકારો વેકેશન પાડી રહ્યા છે. જેને કારણે રત્નકલાકારો ને આર્થિક ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. હવે આવી સ્થિતિમાં ડાયમંડ ઉદ્યોગકારો રત્નકારોને નિયમ મુજબ રજા પગાર પણ આપવામાં નથી આવતો.