સુરત: મહાનગર પાલિકા દ્વારા હાલ દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે વરાછામાં રેલ્વે ટ્રેક નજીક આવેલ વર્ષો જૂની અશોકનગર ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા રેલ્વેની જગ્યા સાથે સાથે મનપાની જગ્યા હોવાથી આ દબાણ હટાવવાનું કામ હાથ ધરાયું હતું. આ ડિમોલિશન મામલે અગાઉ 1 મહિના પહેલા સ્થાનિકોને નોટીસ આપી દેવામાં આવી હતી. આજે ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે રેલ્વે લાઈન નજીક આવેલ ઝુંપડપટ્ટીના ડીમોલીશન માટે મનપાની ટીમે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો.
આ પણ વાંચો Surat Crime : સુરતમાં સોનાના વેપારીને આવી રીતે છેતરી ગઇ ગેંગ, 66.55 લાખનો ચુનો લગાવી ગયા
બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું: જેથી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન કરવામાં આવ્યું હતું. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ઝૂપડપટ્ટીનું ડીમોલિશન થતા ત્યાં રહેતા સ્થાનિકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ મનપા પાસે નવી જગ્યા ફાળવવા અથવા આવાસમાં મકાન આપવાની માંગ કરી હતી.આ ડીમોલિશન દરમિયાન 450 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ડીમોલીશન દરમ્યાન રેલ્વે તંત્રના અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સાંભળવા તૈયાર નથી: અશોકનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અશ્વિન ભાડદિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી અમે આ ઝૂપડપટ્ટી રહીએ છીએ. અમે નાનપણથી અહીંયા રહીએ છીએ. કોર્પોરેશન તરફથી અમારે માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. અમને કોઈ સાંભળવા માટે પણ તૈયાર નથી. રેલવે ટ્રેકથી 15થી 17 ફૂટ સુધી રેલવેની જગ્યા હોવાના નિશાન કરવામાં આવેલા છે. નિશાનો જોયા વગર તંત્ર દ્વારા ઝૂંપડપટ્ટીને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં આશરે 576 ઘર જેટલા મકાનો છે. ડિમોલેશન માટે સંવાદરેલવેના એસીપી દિપક ગોરે જણાવ્યું હતું કે, અહીં આશરે 450 જેટલા મકાનો છે. ડીમોલેશન માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. લોકોને સમજાવીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી લોકો સાથે સંવાદ હાથ ધરવામાં આવ્યા હતા.