સુરત : સુરતના પાંડેસરામાં એક બાળકી દુષ્કર્મનો ભોગ બનતાં બચી ગઇ હતી. પાંડેસરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી તે સમયે એક વ્યક્તિ બાળકીને બિસ્કિટની લાલચ આપી પોતાની સાથે ઝાંડી ઝાંખરાવાળી જગ્યામાં લઇ ગયો હતો. આરોપી જ્યારે બાળકીના કપડા કાઢી અડપલાં કરે તે પહેલા જ ત્યાં શૌચાલય માટે આવેલા અન્ય વ્યક્તિએ બાળકીના રડવાનો અવાજ સાંભળી લેતા ત્યાં પહોચી ગયો હતો અને બાળકીને બચાવી લીધી હતી. જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અજાણ્યા વ્યક્તિની સતર્કતા : સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારને ખબર ન પણ નહોતી કે તેમની બાળકી ગુમ થઈ ગઈ છે અને તેની સાથે અપ્રિય ઘટના બનતી રહી ગઈ. 14 ફેબ્રુઆરીના રોજ પતિ દર રોજની જેમ નોકરી પર ગયો હતો અને પત્ની ઘરે ઘરકામ કરતી હતી. અચાનક જ તે સમયે એક વ્યક્તિ તેમની 5 બાળકીને લઈને તેણીની માતા પાસે આવ્યો હતો. એણેે બાળકીની માતાને જણાવ્યું હતું કે, હું પાછળ ખુલ્લી જગ્યામાં શૌચાલય માટે કરવા તે સમયે આ બાળકીના રડવાનો અવાજ સાંભળી જ્યારે હું જોયું તો બાળકીના શરીર ઉપર કપડાં નહોતા તેની સામે એક ઇસમ બદકામ કરવાની તૈયારીમાં હતો.
બાળકીને ઉઠાવી જનારને ઝડપી લેવાયો : બિસ્કીટ આપવાનું કહી જંગલમાં લઇ ગયા તે વ્યક્તિએ બાળકીની માતાને વધુમાં જણાવ્યું હતું કે ઘટના જોઈ હું દોડીને ત્યાં ગયો હતો અને તે વ્યક્તિને લાત મારી નીચે પાડી દીધો હતો અને બાળકીને બચાવી લીધી હતી. બાળકી ખૂબ રડી રહી હતી. હું બુમાબુમ કરતા ત્યાં લોકો એકઠા થઇ ગયા હતાં અને તે ઈસમને અમે પકડી લઈ આવ્યા છીએ. બીજી બાજુ આ સમગ્ર મામલે માતાએ બાળકીની પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે તે ઘર નીચે રમી રહી હતી ત્યારે એક કાકાએ બિસ્કિટ આપવાનું કહી જંગલમાં લઇ જઇ મારા કપડા કાઢી નાંખ્યાં હતાં.
આરોપી મજૂરીકામ કરે છે : માતાએ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર બનાવને લઈને બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે પોલીસે પાંડેસરા ખાતે રહેતા રંજન વિજય યાદવ નામના ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરાના વડોદ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આરોપી સુરતમાં મજૂરીકામ કરે છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.