ETV Bharat / state

Surat Crime: સુરતમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો - committed suicide due to economic depression

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 22 વર્ષીય યુવકે આર્થિક મંદીના કારણે જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસે આપઘાતનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Surat Crime: સુરતમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો

author img

By

Published : Feb 11, 2023, 2:15 PM IST

Updated : Feb 11, 2023, 4:19 PM IST

સુરતમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો

સુરત શહેરમાં દિવસે દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે. તેવી જ રીતે શહેરના પાંડેસરા વિસ્તારમાં આર્થિક મંદીના કારણે યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.પાંડેસર વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં રહેતો 22 વર્ષીય કાલુ મહંતી જેઓ છેલ્લા પાંચ છ વર્ષથી લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. પરંતુ ગઈકાલે રાતે તેણે કોઈ કારણોસર જીવણ ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આપઘાતનો ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Surat Diamond: સુરતની મૂરતનો ચીનમાં દબદબો, હોંગકોંગની માર્કેટમાં હીરાની બોલબાલા

આપઘાત કરી લીધો: મારા માસીના છોકરાએ આપઘાત કરી લીધો છે. તેનું નામ કાલુ ચરણ મહંતો છે ગઈકાલે તેણે પોતાનું મમ્મી જોડે વાત કરી હતી કે, હું ખૂબ જ તકલીફમાં છું. મારી નોકરી પણ છૂટી ગઈ છે. તો મમ્મીએ કહ્યું હતું કે તું ગામ આવી જા અહીં ગાય ભેંસ છે આપણે જોઈ લઈશું-- સુરેન્દ્ર કુમાર નાયક (સંબંધી)

આ પણ વાંચો Surat Crime : સુરતમાં વેપારીને ધમકાવી ખંડણી માગવાનો કિસ્સો, સીસીટીવીમાં જોવા મળ્યો બનાવ

હતાશ રહેતો: વધુમાં જણાવ્યુંકે, તે ઘણા દિવસથી નોકરીની તલાશ કરી રહ્યો હતો.અમે કાલે બધા સાથે જ હતા. ત્યારે જ તેં મમ્મી જોડે વાત કરતો હતો. તે નોકરી છૂટી જવાના કારણે તે ખૂબ જ હતાશ પણ રહેતો હતો. અમે તેને કહ્યું પણ હતું કે, એક વખત ગામ જઈને આવું ત્યાં સુધી અમે તારી માટે નોકરી શોધી રાખીશું.માતા સાથે વાત કર્યા બાદ કાલુએ પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો.

નોકરી છૂટી ગઈ: વધુમાં જણાવ્યું કે કાલુ ચરણ મહંતોની છેલ્લા એક મહિનાથી નોકરી છૂટી ગઈ હતી. તેની પાસે પૈસા પણ બચ્ચાની હતા. તેને ખાવાની અને રહેવાની ખૂબ જ તકલીફો પડી રહી હતી. તેની ચર્ચા તેણે પોતાના માતા જોડે કરીને ગઈ કાલે મોડી રાતે તેણે આપઘાત લીધો હતો. અમને સવારે તેને મળવા ગયા તો ખબર પડી કે તેણે આપઘાત કરી લીધો છે. આ રીતે ઘટના બની છે.અમે બધા એક જ ગામના છીએ.કાલુ પણ ઓરિસ્સા ગંજામ વતની છે.

Last Updated : Feb 11, 2023, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.