ETV Bharat / state

Surat Crime News : સુરતમાં મિત્રએ જ મિત્રની પત્નીના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યું, બ્લેકમેલ કરી પડાવ્યા પૈસા - આરોપીની ધરપકડ

સુરતમાં બનેલી આ પ્રકારની ઘટના માનવીય સંબંધોની ગરિમાના લીરેલીરા ઉડાડતી કહી શકાય. જ્યાં પતિના મિત્ર દ્વારા જ પરિણીતાનું નાણાં પડાવવા બ્લેકમેઇલિંગ સાથે જ દુષ્કર્મ જેવો ગંભીર ગુનો પણ આચરવામાં આવ્યો હતો. રાજકોટના વેપારી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

Surat Crime : મિત્રએ મિત્રની પત્નીને દુષ્કર્મનો શિકાર બનાવી, આંખ ઉઘાડતો કિસ્સો

author img

By

Published : May 29, 2023, 7:03 PM IST

આરોપીની ધરપકડ

સુરત : મહિલાના ન્યુડ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર દુષ્કર્મ કરી રૂપિયા 5.50 લાખ પડાવનાર મહિલાના પતિના મિત્રની સુરત પાલ પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેરના કામરેજ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે તેના જ પરિવારિક મિત્રની કરતૂતથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે. આરોપી રાજકોટનો વેપારી છે. છેલ્લા છ મહિનાથી પીડિત મહિલા પાસેથી તે રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. પીડિતાએ આંગડિયામાં ટુકડે ટુકડે 5.50 લાખ રૂપિયા મોકલ્યાં પણ હતાં.

બ્લેકમેઇલિંગનો શિકાર બનાવી : મિત્રએ જ મિત્રની પત્નીના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી એને વાયરલ કરવાની ધમકી આપી હતી. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના જ પતિના મિત્રએ બ્લેકમેઇલિંગનો શિકાર બનાવી હતી. પરિણીતાનો કપડાં બદલતી વેળાએ નગ્ન વિડીયો ઉતારી લીધો હતો અને તે પછી વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપતો હતો.

ન્યુડ ફોટા મારફતે આરોપી અવારનવાર બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરતો હતો. રાજકોટ, સોમનાથ, સુરત અને પીડિતાના ઘરે પણ જઈ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આરોપી ત્યારબાદ ભોગ બનનાર પીડિતાને રૂપિયા માટે પણ બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. આરોપીએ જણાવ્યું હતું કે ફોટો અને વિડીયો વાયરલ કરી દેશે અને તેના પતિને પણ જાણ કરી દેશે. ફરિયાદીએ આજ દિન સુધી સાડા પાંચ લાખ રૂપિયા આંગડિયા મારફતે મોકલ્યા છે. એટલું જ નહીં મહિલાને એક સીમકાર્ડ આપી તે ક્યાં છે તે અંગેની પણ ટ્રેકિંગ કરતો હતો. જ્યારે તે પરિવાર સાથે હતી ત્યારે પણ એ હેરાન કરતો હતો જેથી તેને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો અને ભાઈએ બચાવી લીધી હતી ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી. આખરે ફરિયાદીએ ફરિયાદ દાખલ કરી છે જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે...વિશાલ વાગડિયા (પીઆઈ, પાલ પોલીસ સ્ટેશન)

આત્મહત્યાનો પ્રયાસ કર્યો : સુરતની મહિલાને બ્લેકમેઇલિંગનો શિકાર બનાવી આરોપી વેપારી દ્વારા તેને ગુજરાતના અલગ અલગ શહેરોમાં લઈ જઈ દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં તે છેલ્લા છ મહિનાથી પરિણીતા પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. પતિના મિત્રની આવી હરકતી કંટાળી પરિણીતાએ પિયરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી.

વેપારના કામકાજે વિડીયો કોલ થતો હતો : 27 મે 2023 એક 43 વર્ષીય મહિલા સુરત સ્ટેશન ખાતે આવી હતી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પીડિત કામરેજની રહેવાસી છે અને પિયર અને સાસરું રાજકોટમાં છે. તેનાં પતિનો મિત્ર આરોપી કાપડના મોતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. એથી પીડિતા પતિના મિત્ર પાસેથી અવારનવાર મોતીના ફોટો ખરીદવા માટે મંગાવતી હતી. એ જ સમયે બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. મહિલા વિડીયો કોલ કરતી હતી અને આ વ્યક્તિએ તેના ફોટા લઈ લીધાં હતાં અને તેને ન્યૂડ કરી લીધાં હતાં. આ બાબતે આરોપી અવારનવાર બ્લેકમેલિંગ કરતો હતો.

  1. Ahmedabad News: મનોદિવ્યાંગ યુવતી પર પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ, છ મહિનાની ગર્ભવતી થતાં ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી
  2. ગુમ યુવકની તપાસ કરતા થયો ખુલાસો, પ્રેમસબંધમાં મિત્રએજ કરી હતી હત્યા
  3. Ahmedabad Crime: સગીરાને સોશિયલ મીડિયા પરની મિત્રતા પડી ભારે, બે મિત્રોને શેર કરી કરાવ્યું દુષ્કૃત્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.