સુરત : સુરત શહેરના અંબાનગર ખાતે 23 વર્ષીય પરિણીતાએ સ્યૂસાઇડ નોટ લખી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતક જયશ્રી ગૌતમ જાદવ છૂટક કામ કરી પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થતી હતી. ગઈકાલે પોતાના જ ઘરે સુસાઇડ નોટ લખી આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસ દોડી આવી હતી અને સ્યૂસાઇડ નોટના આધારે વધુ તપાસ શરુ કરી છે.
સ્યૂસાઇડ નોટ લખી : આ બાબતે મૃતક જયશ્રીના પતિ ગૌતમ જાદવે જણાવ્યું કે, આ ઘટના ગઈ કાલે બની હતી મારી મમ્મી બહાર દવાખાને ગયા હતા અને ઘરે આવતા જ જયશ્રીને જોઈ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતાં. ત્યારબાદ મને મારાં પડોશીનો ફોન આવ્યો કે આ રીતનું થયું છે.તેમની પાસે સ્યૂસાઇડ નોટ પણ છે. અમે ઘરે જઈ જયશ્રીને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ લઇ ગયા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.
અમે પહેલા એક શેઠાણીના ઘરમાં રહેતા હતા. ત્યાં અમે અમારું પોતાનું મકાન લેવા માટે શેઠાણી પાસે 2 લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા. ત્યારે તેમણે બે લાખ રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે, તમે બંને જણા દર મહિને 2 હજાર રૂપિયા આપજો. અને ત્યારબાદ શેઠાણીએ અમારું કામ પણ વધારી દીધું હતું અમે ત્યાં જ કામ કરતા હતા.અને થોડા દિવસ બાદ શેઠાણીએ અમને કામ ઉપરથી કાઢી મુક્યા હતાં...ગૌતમ જાદવ(મૃતકનો પતિ)
15 જુલાઈ સુધીમાં બે લાખ રૂપિયા જોઈએ : ગૌતમ જાદવ વધુમાં જણાવ્યું કે, અમે અંબાનગરમાં જ અન્ય જગ્યા ઉપર રહેતા હતા અને દસ દિવસ બાદ ફોન આવ્યો કે, મને 15 જુલાઈ સુધીમાં બધા પૈસા જોઈએ છે. એમ કહીને વારંવાર ફોન કરતી હતી. ત્યારે મેં અને મારી પત્નીએ તેમની સાથે આ બાબતે વાત કરીને કહ્યું હતું કે, મારી પાસે આટલા પૈસા નથી આપણે જે રીતે નક્કી કર્યું હતું તે રીતે જ પૈસા આપીશ હા તમે 2 હજારના બદલે 3 હજાર આપશે એટલે કે, મારી પત્ની અને મારા એમ કુલ 6 હજાર રૂપિયા મહિને આપશે.પરંતુ તેઓ માન્યા ન હતા.
શેઠાણી અને મહિલાનું રેકોર્ડિંગ પણ છે : વધુમાં જણાવ્યું કે, તેઓ અમને કહેતા હતા કે, તમે બંને મારા પૈસા નહીં આપો તો તમને અંબાનગરમાં રહેવા નહીં દઉં અને તેમના કહેવાના કારણે અમે જ્યાં રહેતા હતા ત્યાંથી પણ અમને ખાલી કરવા માટે મકાન માલિકે કહી દીધું હતું. હવે અમે જઈએ તો ક્યાં? આ મામલે મારી પાસે શેઠાણી અને મારી પત્નીનું રેકોર્ડિંગ પણ છે.
સ્યૂસાઇડ નોટમાં શું લખવામાં આવ્યું : પરિણીતાએ આપઘાત પહેલા સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં જીના ચાહતી હું લેકિન નેદીન લખાણી ઓર કાચનાથ લખાણી ને મેરા જીના હરામ કર દિયા હૈ. ઇનકે કારણ મેં યે કર રહી હું.મુજે ઈનકે બારે મેં બહુત કુછ લિખના હૈ લેકિન ક્યા કરું અબ મેં એક ઔરત હું તો ઉન્હેં મુજે કામ કરતા દેખ અચ્છા નહીં લગતા હૈ ઓર દિન રાત કામ કરવા રહે હૈ.એસી હાલત હમારી હો ગઈ હૈ.
પૈસા માટે વારંવાર ફોન : આ બાબતે ખટોદરા પોલીસે જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. ગઈકાલે સાંજે 4 વાગ્યાંની આસપાસ આ ઘટના બની હતી સિવિલ પોલીસ ચોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં મૃતક જયશ્રી ગૌતમ જાદવ જેઓ 23 વર્ષની હતી તેઓએ સ્યૂસાઈડ નોટ લખી જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે પતિ ગૌતમ જાદવ દ્વારા ફરિયાદ પણ નોંધાવી છે કે, મારી પત્નીએ અમારા જુના શેઠાણીના માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યો છે. તેઓ પાસેથી અમે મકાન લેવા માટે 2 લાખ માગ્યા હતા પરંતુ ત્યારબાદ પૈસા પાછા આપવા માટે દર મહિને બે હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું પરંતુ ત્યારબાદ શેઠાણીએ અમારું કામ પણ વધારી દીધું હતું અને તેઓ થોડા દિવસ બાદ કામ ઉપરથી કાઢી પણ મુક્યાં હતો.ત્યારબાદ અમને ફોન કરીને શેઠાણીએ કહ્યું હતું કે, તમે મારાં પૈસા આપી દો મને મારાં બે લાખ રૂપિયા 15 જુલાઈ સુધીમાં જોઈએ એમ કહીને વારંવાર ફોન કરીને અમને માનસિક ત્રાસ આપતી હતી. જેને કારણે મારી પત્નીએ આપઘાત કરવા મજબૂર બની હતી. અને આ પગલું ભર્યું છે.
મૃતક મહિલાના પિયરયાંનું જુદું નિવેદન : મૃતક જયશ્રી ગૌતમ જાદવના ઘરવાળા જેઓ આજે વહેલી સવારે મહારાષ્ટ્રના ધૂલીયાથી આવી પહોંચ્યા હતા અને તેઓએ અલગ ફરિયાદ નોંધાવી છે કે, તેમના જમાઈ ગૌતમ જાદવ અને તેમના પરિવાર દ્વારા જયશ્રીને છોકરા માટે વારંવાર માનસિક ત્રાસ આપતાં હતા કે બે છોકરીઓ જ છે અને હવે છોકરો લાવે. પણ જયશ્રીએ તેમના ઘરની પરિસ્થિતિ જોઈ ના પાડી હતી પરંતુ ગૌતમ તેને દબાણ પણ કરતો હતો જેથી તેને આ પગલું ભર્યું છે. હાલ તો પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.