સુરત : શહેરમાં ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ-પત્ની વચ્ચેની લડાઈ જીવલેણ બની ગઈ હતી. અશ્લીલ વીડિયો જોઈ પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે પતિએ દબાણ કર્યું હતું અને પત્નીએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને આ ઝઘડો વિવાદમાં સર્જાયો હતો. વિવાદ વધતા પતિએ જવલંતશીલ પદાર્થ પત્ની પર નાખી તેને જીવતી સળગાવી દીધી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
પતિએ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો : સુરતના કતારગામ વિસ્તારમાં શારીરિક સંબંધ બાંધવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.પતિ અશ્લીલ વિડીયો જોતો હતો અને પત્નીએ તેને આ વિડિયો જોવાથી રોક્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાથી વિવાદ ઉગ્ર બનતા પતિએ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું છે. શહેરના કતારગામ વિસ્તારની સોસાયટીમાં રહેતી પરિણીત મહિલાને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં સોસાયટીના લોકો એકઠા થઈ જતાં પતિ પરિણીત મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો Surat Crime : પીનપુરમાં આડાસબંધની શંકામાં પતિએ પત્નીની હત્યા કરી
પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોધાવી : કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા કાજલબેન કિશોરભાઈ પટેલને સોમવારે સાંજે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસને તેની ગંભીર ઇજાઓ અંગે માહિતી મળી હતી. આથી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. પરિણીતાએ પતિ સામે ફરિયાદમાં જણાવ્યું હતું કે દસ મહિના પહેલા તેના લગ્ન સિરાગ જેમ્સ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા કિશોર પટેલ સાથે થયા હતા. પરંતુ હંમેશા ઘરેલું ઝઘડાઓથી કંટાળી પરિણીત મહિલા તેના મામાના ઘરે રહેવા માંગતી હતી. પરંતુ તેના માતા-પિતાએ તેને સમજાવીને ત્યાં જ રહેવા કહ્યું હતું.
સંબંધ બાંધવા બાબતે ઝઘડો થયો હતો : ત્યારબાદ 19 ફેબ્રુઆરી 2023 ના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યે તેઓ વચ્ચે રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આથી જ બંને વચ્ચે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝઘડો થયો હતો. તે જ સમયે, પતિ અશ્લીલ વિડીયો જોતો હતો અને પત્નીએ તેને આ વિડિયો જોવાથી રોક્યો હતો, જેનાથી બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી.
આ પણ વાંચો નારોલમાં પતિ દ્વારા પત્નીની હત્યા, વહેલી સવારે મકાન માલિકે પોલીસને જાણ કરી
સારવાર દરમિયાન મોત : આ દરમિયાન બીજા દિવસે સવારે કાજલને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો અને તેણે પતિને હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું ત્યારે તેના પતિએ તેની સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું કે, મને તું પસંદ નથી, હું તને પાંચ લાખ રૂપિયા આપીશ, તું ત્યાં રહી શકે છે. તેણીએ તેના પિતા પાસે જવું જોઈએ તેમ કહીને તેણીએ ઝઘડો કર્યો હતો અને ગુસ્સામાં આવીને શરીર પર પડેલી જ્વલનશીલ સામગ્રી છાંટીને આગ ચાંપી દીધી હતી. બાદમાં તેણીએ બૂમો પાડતા પાડોશીઓ પહોંચી ગયા હતા અને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવી હતી. હોસ્પિટલમાં દાખલ કરાયેલી કાજલનું મંગળવારે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું.
પરિણીતા ગંભીર રીતે દાઝી ગઈ હતી : એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, મૃતક પરિણીતા આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. મૃત્યુ પહેલા કાજલનું નિવેદન લેવામાં આવ્યું હતું. જે આધારે ફરિયાદ દાખલ કરી કિશોર પટેલની હત્યાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.