સુરત : સુરત સરથાણા સામૂહિક આપઘાત મામલે પરિવારની મોટી દીકરીએ પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસની ઘટના સામે આવી છે. આ પહેલાં પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પરિવારનો મોટો દીકરો જેઓ કોઈ કામ ધંધો કરતા ન હતાં અને આખો દિવસ મોબાઈલમાં રચ્યાપચ્યાં પડી રહેવાના કારણે પરિવારમાં સતત ઝઘડો થતો હતો. જે કારણે આખા પરિવારે આપઘાત કર્યો હતો. ત્યારે આ પરિવારની મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના બની છે.
વધુ એક પુત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ : સુરત સરથાણા સામૂહિક આપઘાત મામલે પરિવારની મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના આજે સામે આવી છે. આ પહેલા જ પરિવારના 6 સભ્યોમાંથી માતાપિતા અને પુત્રપુત્રી એમ કુલ 4 સભ્યોએ જાહેર રોડ પર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તમામને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. જ્યાં એક બાદ બાદ તમામ 4 સભ્યોનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
પરિવારમાં ઘેરો શોક : પરિવારના વધુ એક સભ્યનો પણ આપઘાતનો પ્રયાસ થતાં પોલીસ નિવેદનો નોંધી રહી છે. દરમિયાન મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી એ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું ન હતું : પરિવારના આપઘાતના પ્રયાસના સમયે પોલીસને સામૂહિક આપઘાત મામલામાં શું કારણ હોઇ શકે તે જાણવા મળ્યું ન હતું. કારણ કે, પોલીસે જણાવ્યું હતું કે પરિવારના મુખ્ય સભ્ય વિનુ ખોડાભાઈ મોરડીયા હોશમાં આવશે તો તેમનું નિવેદન લેવામાં આવશે. જોકે વિનુભાઈનું પણ હોસ્પિટલમાં સારવાર બાદ મોત નીપજ્યું હતું.
પરિવારમાં વારંવાર ઝઘડા : આ સામૂહિક આપઘાત કેસ ઉકેલવો પોલીસ માટે ચેલેન્જ હતી. પોલીસે આ મામલે તપાસ કરતા પરિવારના અન્ય સભ્યોનું નિવેદન લીધા બાદ પોલીસને એમ જાણવા મળ્યું હતું કે, પરિવારના સંતાનોમાં ત્રીજા નંબરનો પુત્ર અભ્યાસ છોડી દીધો હતો. કોઈ કામ ધંધો કરતો ન હતો અને આખો દિવસ મોબાઈલમાં પડી રહેવાના કારણે પરિવારને ટેન્શન રહેવાના કારણે વારંવાર ઝઘડા થતા હતા જેને લઈને પરિવારે આપઘાત કર્યો હતો.
શું હતી ઘટના : સુરતમાં ગત 6 જૂન 2023ના રોજ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ યોગીચોક પાસે વિજયનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વીનું ખોડાભાઈ મોરડીયા જેઓ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચાલવતા હતા. તેઓ કાઈ કારણોસર તેમની પત્ની, પુત્ર અને પુત્રીને સાથે પોતે પણ પરિવાર સહિત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સૌ પ્રથમ માતા અને પુત્રનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. તે બાદ એક પુત્રી અને પિતાનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારના 6 સભ્યોમાંથી 2 સભ્યો બચ્યાં હતાં.
વિનુભાઇએ ભાઇને ફોન કર્યો હતો : પરિવારે પોલીસમાં નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વિનુભાઇએ આત્મહત્યા કરતા પહેલા પોતાના મોટાભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટા પુત્ર પાર્થ તેમ જ પુત્રી રૂચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. દરમિયાન પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના વિનુભાઇના મોટાભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.
પરિવારે નિવેદનમાં એમ જણાવ્યું હતુંકે,વિનુભાઇએ આત્મહત્યા કરતા પહેલા પોતાના મોટાભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રૂચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું.તે ઉપરાંત પરિવારે જણાવ્યું હતું કે, પરિવારનો પાર્થ જેઓ જેઓ અભ્યાસ છોડીને કોઈ કામ ધંધો કરતા ના હોય અને આખો દિવસ મોબાઈલમાં પડી રહેવાના કારણે પરિવારને ટેન્શન રહેવાના કારણે વારંવાર ઝઘડો પણ થતો હતો જેને લઈને પરિવારે આપઘાત કર્યો હતો. અને હવે રૂચિતાએ પણ આ રીતે પગલું ભર્યું છે તેઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.હોય શકે છેકે પરિવારના આઘાતમાં આ રીતે કર્યું હોય તેવું માની શકાય છે.હાલ તેઓ ભાનમાં આવ્યા નથી. - વી આર પટેલ, PI
Surat Mass Suicide Case: સુરતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓએ કર્યો આપઘાત, તમામના થયા મોત