સુરત: રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. પરંતુ સુરતમાં ભાગળ વિસ્તારમાં આવેલા રાજમાર્ગ લીમડા ચોક, જેપી બેકરી પાસે એક કપડાં વેંચતા મુસ્લિમ યુવક પર ચૌટાબજારમાંથી આવેલા ટોળાએ પાથરણા મુકવા બબાલ કરી નાંખી હતી. જેમાં મામલો ગરમ થઇ જતા બંને જૂથો સામસામે આવી ગયા હતા. એક બીજા જૂથો ઉપર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો. જેને લઈને માહોલ તંગ બની ગયો હતો.
આ પણ વાંચો Surat Suicide Case: સિક્યુરિટી ગાર્ડને બેગ આપી યુવાને લગાવી મોતની છલાંગ
કાફલો ઘટના સ્થળે: જોકે ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તે સાથે જ અઠવાલાઇન્સ, ચોકબઝાર ડીસીપી, પીસીબી,એસોજી, એસઆરપી અને પોલીસ હેડક્વાર્ટર થી બે ક્વીક રિસ્પોન્સ ટીમ ઘટના સ્થળે પોહચી મામલો થાળે પડ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી હતી. આ ઘટનાને પગલે આસપાસમાંથી લોકો પણ એકઠા થઈ ગયા હતા. જોકે, પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ હેતું ટીમ તૈયાર કરી દીધી હતી.
મામલો થાળે: આ બાબતે સુરત ડીસીપી ઝોન 3 સાગર બાગમારે જણાવ્યું કે, રાજમાર્ગ ઉપર પાથરણા મુકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેની જાણ પોલીસને થતા જ તાત્કાલિક ધોરણે પોલીસ અહીં પહોંચી મામલો થાળે પડ્યો હતો. હાલ આગળની કાયદાકીય કાર્યવાહી ચાલુ છે. જે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે તેની તપાસ ચાલુ છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ અહીં સ્થાનિક પોલીસ સાથે અન્ય પોલીસ સ્ટેશનના કાફલો પણ તેનાત કરી દેવામાં આવ્યા છે. હાલ આ વિસ્તારમાં શાંતિ સુરક્ષા છે.
આ પણ વાંચો Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે
ભીડ જોવા મળી: દુકાનની બહાર ભીડ જોવા મળી હતી. અંદર બે વ્યક્તિઓ હાથમાં ડંડો લઈને બીજા વ્યકિતને મારી રહ્યા હતા. તે વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જમીન ઉપર ઢળી પણ પડ્યો હતો. જેને સારવાર હેતુ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કપડાં વેંચતા મુસ્લિમ યુવક પર ચૌટાબજાર માંથી આવેલા ટોળાએ હુમલો કર્યો હતો. જેને લઈને રમઝાન માસમાં માહોલ તંગ બની ગયો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને થાળે પાડી દીધી હતી.