સુરત: દક્ષિણ ભારતનું મહાનગર સુરત જાણે ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય એવી રીતે લૂંટ અને હત્યાના કેસ વધી રહ્યા છે. શુક્રવારે ધોળા દિવસે સુરત બિલ્ડિંગની બહાર હત્યાના આરોપીની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મરનાર વ્યક્તિ સુરતના સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં હત્યાનો આરોપી હતો. આઠેક મહિના પહેલા સચિન જીઆઇડીસી વિસ્તારમાં સૂરજ યાદવએ સંદિપ સહિત મનીશ ઝા નામના ઇસમો સાથે મળીને દુર્ગેશ યાદવ નામના ઇસમની કરપીણ હત્યા કરી નાખી હતી.
જોઈન્ટ પોલીસ કમિશનર કે.એન ડામોરે જણાવ્યું હતું કે, આરોપીઓ હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. તમામ આરોપી યુપીના વતની છે અને સચિન જીઆઇડીસી માં છૂટક મજૂરી કરે છે થોડા દિવસ પહેલા આરોપીઓના મિત્રની હત્યા સૂરજ દ્વારા કરવામાં આવી હતી જેના કારણે અદાવત રાખી તેઓએ સૂરજ યાદોની હત્યા કરી હતી.--ંકે.એન ડામોરે (જોઈન્ટ પોલીસ કમિશનર કે.એન ડામોરે)
જેલમાં હતો આરોપીઃ અત્યારના ગુના માટે તે જેલવાસમાં હતો. ત્રણ મહિના પહેલા જ તે શરત જામીન મેળવી સુરત જેલમાંથી બહાર આવ્યો હતો. કેટલાક સમયથી તે દિલ્હી ખાતે પોતાના ભાઈ સાથે રહેતો હતો. દુર્ગેશ યાદવ હત્યા પ્રકરણમાં સુરેશ યાદોની કોર્ટમાં તારીખ હતી. તે દિલ્હીથી સુરત ટ્રેન મારફતે આવ્યો હતો. સુરત ખાતે આવેલા પોતાના ઘરે જઈ પિતાની બુલેટ લઈ કોર્ટમાં હાજરી આપવા માટે નીકળ્યો હતો.
છરીના ઘા માર્યાઃ આ વચ્ચે કોર્ટ બિલ્ડીંગ પાસે મૃતક દુર્ગેશ યાદવના મિત્ર કરણ રાજપુત અને ધીરજ મોપેટ થી પહોંચી ગયા હતા અને સૂરજને એક બાદ એક 15 થી 20 જેટલા ચપ્પુના ઘા ઝીંકી નાસી ગયા હતા. સુરજને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કરણ રાજપૂતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ મૂકી હતી. જેમાં તેને લખ્યું હતું કે 'હમને અપને ભાઈ દુર્ગેશ યાદવ કા બદલા લે લિયા હૈ, કોર્ટ કે બાહર ખૂન કા બદલા ખૂન'