ETV Bharat / state

Surat Crime : કડોદરામાંથી એક કરોડનું કોપર લૂંટનાર મુખ્ય સૂત્રધાર સહિત ચાર પકડાયા - પારસમલ ઉદયલાલ શાહ

કડોદરામાં ગત 6 નવેમ્બરની રાત્રે કર્મચારીઓને બંધક બનાવી રુપિયા 1 કરોડથી વધુના કોપરની લૂંટ કરનાર ચાર આરોપીઓને સુરત જિલ્લા એલસીબીએ પકડી લીધા છે. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી કુલ 86.71 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

Surat Crime : કડોદરામાંથી એક કરોડનું કોપર લૂંટનાર મુખ્ય સૂત્રધાર સહિત ચાર પકડાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 7:35 PM IST

86.71 લાખથી વધુનો મુદ્દામાલ

સુરત : સુરત જિલ્લાના કડોદરાથી મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં સિક્યુરિટી અને કર્મચારીઓને બંધક બનાવી એક કરોડના કોપરની લૂંટ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીને સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 86.71 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કર્મચારીઓને બંધક બનાવી લૂંટ કરી હતી : પલસાણા તાલુકાનાં કડોદરામાં આવેલી ધનલક્ષ્મી મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગત 6-11-23ની રાત્રે 10થી 15 અજાણ્યા ઇસમો ઘાતક હથિયાર સાથે આવી સિક્યુરિટી ગાર્ડ, મેનેજર સહિતના સ્ટાફના હાથપગ બાંધી એક રૂમમાં પૂરી દીધા હતા. ત્યારબાદ અઢી કલાક સુધી આરામથી 17 ટન જેટલો કોપરનો સ્ક્રેપ કિમત રૂ. 1 કરોડ ટ્રકમાં ભરી લૂંટ કરીને નાસી છૂટ્યા હતા. લૂંટમાં ગયેલ જથ્થો રાજ્ય જીએસટી વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. જેની લૂંટ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ટ્રક નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચ્યા : ઘટના બાદ કડોદરા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ તપાસમાં જોતરાઈ હતી અને સીસીટીવી ફૂટેજ સહિત લોકેશનના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ દિશામાં તથા અંગત હ્યુમન સોર્સિસથી કરેલી તપાસ દરમ્યાન જે ટ્રકમાં લૂંટ કરેલ મુદ્દામાલ લઈ જવાતો હતો તે ટ્રકનો નંબર મેળવી તેના આધારે તેના માલિક અને કબ્જા ધારકને પકડી લઈ પૂછપરછ કરતા સમગ્ર લૂંટનો પર્દાફાશ થયો હતો. મુખ્ય આરોપીને પોલીસે દબોચી લઈ પૂછપરછ કરી હતી. જેમાં કોપરના જથ્થાની લૂંટ પોતે જ કરાવી હોવાની કબૂલાત કરી હતી.

એલસીબીની ટીમે ચાર આરોપી ઝડપી લીધા છે. પકડાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેઓ આ મુદ્દામાલ કોને વેચવાના હતા અને અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે નહીં તે અંગેની પૂછતાછ કઈ આગળની તપાસ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ કરી રહી છે...હિતેશ જોયસર ( જિલ્લા પોલીસ વડા, સુરત ગ્રામ્ય )

100 ટકા મુદ્દામાલ રિકવર : લૂંટ કરેલ જથ્થો સુરતના ડિંડોલી વિસ્તારમાં સહઆરોપી સાથે મળી છુપાવેલ હોવાનું જણાવતા બંને આરોપીઓને સાથે રાખી જ્યાં જથ્થો છુપાવ્યો હતો ત્યાં કરાડવા ગામની હદમાં સાઈ રેસિડેન્સી દુકાન નંબર 67 ઉપર જતાં ત્યાં અન્ય બે આરોપીઓ પણ મળી આવ્યાં હતાં. પોલીસે ચારેયની ધરપકડ કરી 81.51 લાખ રૂપિયાનો કોપર સ્ક્રેપ, 5 લાખ રૂપિયાની ટ્રક અને 20,500 રૂપિયાના ચાર મોબાઇલ ફોન મળી કુલ 86 લાખ 71 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભંગારના વેપારીએ માણસો હાયર કર્યા : પકડાયેલા આરોપીઓ પૈકી નાના ઉર્ફે રાજુ દુશાને અને પારસમલ ઉદયલાલ શાહ એકબીજાના પરિચયમાં હતા. પારસમલ ભંગારનો વેપાર કરતો હોય તેને ખબર હતી કે, ફેકટરીમાં જીએસટીએ સીઝ કરેલો મુદ્દામાલ પડેલો છે. આથી બંનેએ મળીને લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. મુંબઈથી લૂંટના આરોપીઓને હાયર કરી તેમના મારફતે લૂંટ કરાવી હતી અને બંને ટ્રક લઇને હાજર રહ્યા હતા.

પકડાયેલા આરોપીઓ : નાના ઉર્ફે રાજુ તોતારામ તાનાજી દુશાને (રહે ઊંભેળ, તા. કામરેજ, મૂળ રહે સાકરી, ધુલિયા, મહારાષ્ટ્ર) પારસમલ ઉદયલાલ શાહ (રહે પ્રયોશા પાર્ક સોસાયટી, ખરવાસા રોડ, ડિંડોલી, સુરત, મૂળ રહે ભિલવાડા, રાજસ્થાન) ગણેશસિંગ યુવરાજસિંગ પવાર (રહે ગોવિંદજી પાર્ક સોસાયટી, જોળવા, તા. પલસાણા, સુરત, મૂળ રહે પાન સેમલા, જી. બડવાની, મધ્યપ્રદેશ) દિલસાદ ગફુરખાન તૈલી (રહે ઉધના રેલ્વે યાર્ડ, સુરત, મૂળ રહે હાથરસ, ઉત્તરપ્રદેશ) અને વોન્ટેડ આરોપી નરેશ ઉર્ફે મોટું અને તેના સાગરિતો શામેલ છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ : પકડાયેલા આરોપીઓનો ઇતિહાસ ગુનાહિત છે. નાના ઉર્ફે રાજૂ સામે સુરતના સચીન અને અમદાવાદના ઓઢવ પોલીસ મથકમાં એક એક ગુનો નોધાયેલો છે. તો પારસમલ ઉદયલાલ શાહ સામે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ મથકમાં ચાર ગુના અને ગણેશસિંગ યુવરાજસિંગ પવાર સામે પલસાણા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે.

  1. Surat Crime : કડોદરામાં કોપર સ્ક્રેપની દિલધડક લૂંટ, જીએસટીએ જપ્ત કરેલો કરોડનો જથ્થો લૂંટી ગયાં
  2. Narmada Crime News : નર્મદામાં તીક્ષ્ણ હથિયારની અણીએ 20 લાખની ચકચારી લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.