સુરત: એક દુકાનદારની સતર્કતાના કારણે 9 વર્ષની બાળકી હવસખોરના ચુગલમાંથી બચી ગયી છે.બાળકીને વેફર અપાવવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી. બાદમાં વેફર અપાવી પોતાની સાથે લઇ ગયો હતો. જેથી દુકાનદારને શંકા ગયી હતી. દુકાનદાર અને લોકોએ નરાધમને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો અને બાદમાં પોલીસના હવાલે કરી દીધો હતો.
માનસિક અસ્વસ્થ: સુરતના ડભોલી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 9 વર્ષીય દીકરી થોડીક માનસિક અસ્વસ્થ છે. આ બાળકી ઘર પાસે ઉભી હતી. આ દરમ્યાન ઘર નજીક રહેલી પાનની દુકાન પર ઉભલો વ્યક્તિ બાળકીને વેફર અપાવવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી. બાળકીને વેફર અપાવી પોતાની સાથે લઇ ગયો હતો. જેથી દુકાનદારને શંકા ગયી હતી અને દુકાનદાર તેની પાછળ ગયો હતો. નરાધમે વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી નજીકના ખુલ્લા પોપડામાં બાળકીને ઉપાડી ગયો હતો. અહીં નરાધમ અડપલાં શરૂ કર્યા કે દુકાનદારની નજર પડી ગઇ હતી.
બાળકીની બુમાબુમ: દુકાનદારે પાછળ જઈને જોયું તો ઇસમ બાળકી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરતો હતો. દુકાનદારે તેને પકડી બુમાબુમ કરી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. લોકોએ નરાધમને પકડીને મેથીપાક આપ્યો હતો અને બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ આરોપીને પકડી પોલીસ મથકે લઇ આવી હતી. ભોગ બનનારનો પરિવાર ડભોલી વિસ્તારમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. 9 વર્ષની પુત્રી માનસિક રીતે થોડી અસ્વસ્થ છે અને તેણી અભ્યાસ કરતી નથી.
આ પણ વાંચો Botad Rape Case: બોટાદમાં દેવીપૂજક સમાજની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને ચકાજામ
રત્નકલાકાર તરીકે કામ: ડભોલી પોલીસ મથકના પીઆઇ બી.વી.બલદાનીયાએ જણાવ્યું હતું કે, પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અશ્વિન દિલીપભાઈ નાવડિયા હોવાનું જણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે તે રત્નકલાકાર તરીકે કામ કરે છે. આ ઘટનામાં પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ હેટડ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભૂંગળા આપવાની લાલચ આપી: ચાર દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક છેડતી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી એ માસુમ બાળકીને ભૂંગળા આપવાની લાલચ આપી હતી અને ત્યારબાદ રૂમમાં લઈ ગયો હતો. આરોપી બાળકીને નિવસ્ત્ર કરી છેડતી કરી હતી. વાડકીએ બૂમાબૂમ કરતા પાડોશમાં રહેતા લોકો એકત્રિત થઈ ગયા હતા અને આરોપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.