સુરતઃ માંગરોળના ધામડોદ ગામે આવલે પીપી સવાણી યુનિવર્સિટીમાં રેડ કરવા બે નકલી એન્ટી કરપ્શન અધિકારીઓ આવ્યા હતા. આ આરોપીઓનો ભાંડો ફૂટી જતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે આ આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી શરુ કરી છે. આ નકલી અધિકારીઓ યુનિવર્સિટીમાં નકલી ડીગ્રી સર્ટિફિકેટ બની રહ્યા છે તેવું કહીને રેડ કરવા આવ્યા હતા. જો કે તેઓ જ નકલી હોવાનું સામે આવતા કાયદાની જાળમાં ફસાઈ ગયા છે.
સમગ્ર ઘટનાક્રમઃ કોસમ્બા પોલીસ સ્ટેશનમાં પીપી સવાણી યુનિવર્સિટીના સીક્યુરિટી ગાર્ડે બે નકલી કરપ્શન અધિકારી અને તેમને સાથ આપનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે નકલી અધિકારીઓએ પહેલા અમારે બોગસ સરકારી ડીગ્રી જોઈએ છે તેવું કહ્યું હતું. સીક્યુરિટી ગાર્ડે આવું કોઈ ગેરકાયદેસર કામ અહીં થતું નથી તેમ જણાવતા તેમણે પોતાની ઓળખ એન્ટી કરપ્શન અધિકારી તરીકે આપી અને આ જ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. જો કે યુનિવર્સિટીની હાયર ઓથોરિટીને આ મામલો ધ્યાને આવતા તેમને આ અધિકારીઓની સઘન પુછપરછ હાથ ધરી હતી.
આરોપીઓને કોસંબા પોલીસ સ્ટેશન લઈ જવાયાઃ જેમાં હાયર ઓથોરિટીને શંકા જતાં આ યુવકો અને વિદ્યાર્થીને કોસંબા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશન લઈ જતી વખતે આ નકલી અધિકારીઓ ધમકી પણ આપતા હતા. જો કે યુનિવર્સિટી મક્કમ રહી અને પોલીસ ફરિયાદ કરી દીધી. યુનિવર્સિટીના સીક્યુરિટી ગાર્ડે નકલી એન્ટી કરપ્શન અધિકારી બની યુનિવર્સિટીના અધિકારીઓને ધમકાવવા આવેલા પાર્થ ભોળાભાઈ અને યશ કોલડિયા તેમજ આ સાંઠગાંઠમાં સામેલ એવા યુનિવર્સિટીના વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. કોસંબા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
23 ડિસેમ્બરે કોસંબો પોલીસ સ્ટેશનમાં પીપી સવાણી યુનિવર્સિટીના અધિકારીઓને ધમકાવવા અને રેડ કરવાના ગુનામાં નકલી એન્ટી કરપ્શન અધિકારીઓ અને વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ આરોપીએ નકલી આઈકાર્ડ અને નકલી એજન્સી ઊભી કરી હતી. આ આરોપીઓનો ચીટીંગનો ઈરાદો હતો...નિધિ ઠાકુર(ડીવાયએસપી, સુરત ગ્રામ્ય)