ETV Bharat / state

બેભાન પિતાના અંગુઠાના નિશાન લઈ નકલી વિલ બનાવ્યું, સબ રજિસ્ટ્રાર સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ - 5 વિરુદ્ધ ફરિયાદ

સચીન જીઆઈડીસી વિસ્તારમાં ફેકટરીની જમીન ખોટી રીતે ઉચાપત કરવાના મામલે સબ રજિસ્ટ્રાર સહિત ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બેભાન પિતાના અંગુઠાના નિશાન લઈ નકલી વિલ બનાવવામાં આવ્યું હતું. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Surat Crime News Bogus Will Thumb Print in An unconscious father

બેભાન પિતાના અંગુઠાના નિશાન લઈ નકલી વિલ બનાવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 8:41 PM IST

સુરતઃ શહેરના એક પરિવારમાં નાના ભાઈએ પોતાના મોટા ભાઈ વિરુદ્ધ નકલી વિલ બનાવીને જમીન પચાવી પાડી હોય તેવી ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં મોટાભાઈ, સબ રજિસ્ટ્રાર અને મળતિયાઓએ બેભાન પિતાના અંગુઠાના નિશાન ખોટી રીતે લઈને સચીન જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીની જમીન(વર્તમાન અંદાજિત બજાર કિંમત 10 કરોડ રુપિયા) પચાવી પાડી હતી. ઉમરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ સુરતના સિટીલાઈટ રોડ પર મેઘના પાર્કમાં તોતારામ શર્મા પોતાના પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવે છે. જેમાં મોટા દીકરા વિજયકુમાર શર્માએ મિત્ર તુલસીદાસ નિહલાની, તત્કાલિન સબ રજિસ્ટ્રાર ભવાન લક્ષ્મણ ગોરસીયા, લીલાધાર રામદત્તામલ સુનેજા અને બીનાબેન વિરુદ્ધ ખોટી રીતે નકલી બિલ બનાવી લીધું હતું. વિજયકુમાર શર્માના મિત્ર તુલસીદાસ નિહલાની સબ રજિસ્ટ્રાર બી. એલ. ગોરસીયાને લઈને તોતારામ શર્માના ઘરે આવ્યો હતો. તોતારામ બેભાન હોવા છતાં મોટા દીકરા વિજયે વિલમાં તેમના અંગુઠાના નિશાન લઈ લીધા. બહેન બીના શર્માએ પણ વિલમાં ખોટી સહી કરી દીધી હતી. જ્યારે સાક્ષી તરીકે તુલસીદાસ નિહલાની અને લીલાધર સુનેજાએ સહી કરી હતી. આ નકલીને વિલને સાચુ વિલ બનાવી અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કર્યુ હતું.

શંકા ન જાય તે માટે ષડયંત્રઃ આ નકલી વિલ બનાવતી વખતે આરોપીઓએ કોઈને શંકા ન જાય તે માટે પિતા તોતારામની અડધી સંપત્તિ માતાના નામે કરી દીધી હતી. આ ઉપરાંત એક ફ્લેટ, બેન્ક એફડી અને દાગીના પણ માતાને નામે કર્યા હતા. જ્યારે માર્કેટ ઉઘરાણી, કંપનીના શેર તથા બેન્ક ચેક રિટર્નનો વહીવટ મોટા દીકરા વિજયે પોતાના નામે કરી દીધો હતો. આ ભાંડો ફુટી જતા નાનાભાઈ અશોક શર્માએ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ પિતા બેભાન હતા ત્યારે ખોટી રીતે અંગુઠાના નિશાન લઈને નકલી વિલ તૈયાર કર્યુ. સાક્ષીઓએ પણ ખોટી સહીઓ કરી દીધી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમાં અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ નકલી વિલને સાચુ વિલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. પોલીસ સબ રજિસ્ટ્રારે ઘરે જઈને પિતાના અંગુઠાના નિશાન લીધા હતા? તે દિશામાં તપાસ કરશે...જે. આર. ચૌધરી(પીઆઈ, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન, સુરત)

  1. Ahmedabad Crime News : અમદાવાદમાં ટામેટાના ભાવ બન્યા મોતનું કારણ
  2. 'ભેજાબાજો ભરાયા': 30થી વધુ વકીલોને ઓનલાઈન ફ્રોડનો શિકાર બનાવતા બે ઠગબાજ ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.