સુરત: શહેરના ભટાર વિસ્તારમાં પ્લાયવુડનો વેપાર કરતા વેપારીઓને એમને જ ત્યાં કામ કરતા કર્મચારીએ લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરિત એવા રોહિત નું નામ ઉચ્ચારીને ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરિત એવા રોહિત ઉપર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ કેસમાં સુરત પોલીસે વેપારીને ત્યાં નોકરી કરનાર પવન આશારામ જાડુ અને શ્યામ સુંદરમની ધરપકડ કરી છે. જેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે માલિક સાથે ખોટી મજાક કરવાના હેતુસર ધમકી આપવાના ફોન કર્યા હતા. જે પછીથી ફોન બંધ કરી દીધો હતો. સુરત પોલીસે જુદી જુદી દિશામાં તપાસ કર્યા બાદ આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ફોન આવ્યો: તારીખ 23મી માર્ચના રોજ બપોરે આશરે ત્રણ કલાકે અજાણ્યા નંબર પરથી સુરક્ષાના ભટાર વિસ્તારમાં રહેતા અને પ્લાયવુડની દુકાન ધરાવતા કિશન સુથારને ફોન આવ્યો હતો. પોર કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ રોહિત ગોદારા તરીકે આપી હતી. શરૂઆતમાં જ્યારે વેપારીએ ફોન કરનાર વ્યક્તિને પૂછ્યું કે કોણ રોહિત ગોદારા ? ત્યારે સામેવાળા વ્યક્તિએ જણાવ્યું હતું કે રોહિત ગોદારા વિશે જાણવું હોય તો યુટ્યુબ ઉપર તેની માહિતી મેળવી લેજે.
આ પણ વાંચો Surat Temperature : આકાશમાંથી અગનગોળા ઉતરતા હોય તેમ સુરતીઓ ગરમીમાં બોલી ઉઠે તોબા તોબા
ફોન કરી ધમકી: પરિવારને તે ઊંચકીને લઈ જશે. માત્ર વેપારી કિશનને જ નહીં પરંતુ તેના ભાઈ બજરંગને પણ આવી જ રીતે ફોન કરી ધમકી આપવામાં આવી હતી. કિશનને મળવા આવેલા ભાઈ બજરંગે જણાવ્યું હતું કે રાજસ્થાનના ડોન રોહિત ગોદાળાના નામે તેને પણ કોલ આવ્યો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે તારા ભાઈને સમજાવી દેજે. કોલ કરનાર આરોપીએ બજરંગને જણાવ્યું હતું કે, તેના ભાઈ કિશન અંગે તેને બધી જ જાણકારી છે એટલું જ નહીં આરોપીએ ફોન પર કહ્યું હતું કે, તેના એક છોકરા અને એક છોકરી પણ છે. હાલ તેના પિતા વતન ગયા છે. પરિવારને તે ઊંચકીને લઈ જશે અને લાશ પણ ઠેકાણે લગાવી દેશે.
પોલીસ હરકતમાં આવી: બંને ભાઈને ફોન આવતા તેઓ ભયભીત થઈ ગયા હતા. કારણ કે રોહિત ગોદારા રાજસ્થાનના લોરેન્સ સાથે કનેક્શન ધરાવે છે. એક લાખનું ઇનામી બદમાશ પણ છે. જેના કારણે વેપારી દ્વારા ખટોદરા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જોકે લોરેન્સ બિસ્નોઈ સાથે કનેક્શન ધરાવનાર રોહિત ગોદારાના નામે કોલ આવતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી ખાસ જે નંબરથી ફોન આવ્યો હતો. તેની પણ તપાસ શરૂ કરી હતી. જોકે આ નંબર સતત બંધ પણ આવી રહ્યો હતો.
નોકરી કરનાર કર્મચારી: કટોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. ધુલીયાએ જણાવ્યું હતું કે, પોલીસે કેસની ગંભીરતા ને જોઈ તપાસ હાથ ધરી હતી. જોકે ફોન સતત બંધ આવી રહ્યો હતો. આ કેસમાં ધમકી આપનાર કોઈ અન્ય શખ્સ નહીં. પરંતુ વેપારીના ત્યાં નોકરી કરનાર કર્મચારી છે. નોકરી કરનાર પવન આશારામ જાડુ અને શ્યામ સુંદરામ ગોધરાની ધરપકડ કરી છે. બંને કર્મચારીને ટિખળ કરવાનું મન થયું હતું. જો કે કોની ટિખળ કરવી તે બંને વિચારી રહ્યા હતા. પોતાના શેઠને જ તેઓએ શિકાર બનાવ્યો અને ધમકાવ્યો હતો.