સુરત : સુરતના ચોકબજાર વિસ્તારમાં 5 વર્ષીય એક દિવ્યાંગ બાળકીનું શંકાસ્પદ મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે ચોકાવનારો ખુલાસો કર્યો કે બાળકીની હત્યા અન્ય કોઈએ નહી પરંતુ તેની માતાએ ક્રોધમાં આવીને કરી છે. બીજી તરફ બાળકી પર દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટએ કર્યો છે જેને લઈને પોલીસ અને પીએમ કરનારા તબીબોના નિવેદનોમાં વિસંગતા જોવા મળી રહી છે.
પોસ્ટ મોર્ટમમાં દુષ્કર્મનો થયો ખુલાસો : બીજી તરફ આ સમગ્ર કેસમાં સિવિલ હોસ્પિટલના સુપ્રીડેંટનું મોટું નિવેદન સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે, ગતરોજ અમારી પાસે પીએમ માટે ૫ વર્ષીય બાળકીનો મૃતદેહ આવ્યો હતો. બાળકીનું પીએમ સાંજે 5.30 થી પોણા સાત વાગ્યા સુધી ચાલ્યું હતું. બાળકીના શરીર પણ ઘણી બધી ઈજાના નિશાન મળી આવ્યા છે. આ ઉપરાંત બાળકીના ગુપ્તાંગ પર પણ ઈજાના નિશાન મળી આવ્યા છે. પ્રાઇવેટ પાર્ટ પર ઈજાના નિશાન રેપની પુષ્ટિ કરે છે.
પોલિસ અને હોસ્પિટલના નિવેદનો અલગ અલગ : ઉલ્લેખનીય છે કે બાળકીની માતાએ બીજા લગ્ન કર્યા છે અને હાલ બાળકી તેના સાવકા પિતા સાથે રહે છે. બીજી તરફ આ બનાવમાં પોલીસ અને સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ બંનેના અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે. પોલીસ કહે છે કે બાળકી પર રેપ થયો નથી તેની હત્યા તેની માતાએ કરી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ ગણેશ ગોવરેકરે રેપની પુષ્ટી કરતું નિવેદન આપ્યું છે. આ બંને અલગ અલગ નિવેદનને લઈને આ બનાવ ફરી એક વખત ચર્ચાયો છે.
પોલીસને હત્યાની શંકા ગઇ : સુરત શહેરના ચોક વિસ્તારમાં પાંચ વર્ષની દિવ્યાંગ બાળકીનું શંકાસ્પદ મોતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં પેટ અને આંતરડાના ભાગે ગંભીર બીજાના નિશાનો મળી આવતા પોલીસને શંકા ગઈ હતી કે બાળકીની હત્યા કરાઈ છે.
આ પણ વાંચો Kushinagar Mother Killed Son: ગુસ્સે ભરાયેલી માતાએ ચાર વર્ષના પુત્રને ચાકુ વડે ઘા મારી હત્યા
માતા બિલકીસની ધરપકડ : પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં જે હકીકત સામે આવી હતી તે જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી. માસુમ માનસિક દિવ્યાંગ બાળકીની હત્યા કોઈ અન્ય વ્યક્તિએ નહીં પરંતુ તેને જન્મ આપનાર માતાએ કરી હતી. એક માતા પોતાના બાળક માટે કંઈક પણ કરવા માટે સક્ષમ હોય છે. એક માતા માટે પોતાના બાળકના જીવ સમાન કોઈપણ વસ્તુ બહુમૂલ્ય હોતી નથી પરંતુ સુરત શહેરમાં બનેલી આ ઘટનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે. માનસિક દિવ્યાંગ બાળકી હોવાના કારણે તે કુદરતી ક્રિયાઓ કરી શકતી નહોતી જેના કારણે અવારનવાર તેની માતા તેને માર મારતી હતી. પોલીસે માતા બિલકીસની ધરપકડ કરી છે બાળકીનો પિતા છૂટક મજૂરીકામ કરતો હતો.
ફેફસાં અને આંતરડામાં ઇજાઓ : સુરત ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.બી.આસુરાએ જણાવ્યું હતું કે, પોલીસને જાણકારી મળી હતી કે પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ ખેંચ આવવાથી થયું છે. બાળકીની ડેડ બોડી જોતા શરીરના પાંસળીના ભાગે અને પેટ પર ચકામાના નિશાન જોવા મળ્યા હતાં. જેથી ડોક્ટર સાથે ચર્ચા કરતા આ ચકામાના નિશાન કોઈના મારવાથી ઇજાઓ થયેલી હોય અને ઇન્ટર્નલ બ્લીડિંગ થયું હોય તે જણાવી આવ્યું હતું. જેથી પેનલથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે બાળકીને પાંસળીના ભાગે અને પેટના ભાગે માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેના પાંસળીમાં ફેક્ચર થયું હતું. જેના કારણે ફેફસાં અને આંતરડામાં ઇજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો હત્યારી માતાની CCTVમાં ખુલી પોલ, 2 માસની દીકરીને ત્રીજા માળેથી ફેકી દીધી
પોલીસ પૂછપરછમાં બહાર આવી હકીકતો : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેને ખેંચ આવી હતી. પીએમ રિપોર્ટ અને પરિવારના નિવેદન બંને અલગ હતાં. જેથી પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી અને પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ બાળકી દિવ્યાંગ હતી. તે પોતે ચાલી શકતી નહોતી. અવારનવાર તે પડી જતી હતી જેથી તેને ઇજાઓ પણ થતી હતી. આ બાળકી કુદરતી ક્રિયાઓ જ્યાં ત્યાં કરી દેતી હતી. જેના કારણે તેની માતા અનેકવાર તેની ઉપર ગુસ્સે થઈ તેની ઉપર હાથ પણ ઉપાડતી હતી.
ઉમરા ઉપર બાળકીને ફેંકી હતી : બાળકીની હત્યાના બનાવ બાબતે સામે આવ્યું કે, બાળકીની માતા તેમના બાજુમાં રહેતા રુકસાના બેનના ત્યાં મૂકી શાકભાજી લેવા માટે ગઈ હતી. શાકભાજી લઈને જ્યારે પરત આવ્યાં ત્યારે રુકસાના બેનનાત્યાંથી બાળકીને લઈ પોતાના ઘરે ગયાં હતાં. ત્યારે બાળકી ખૂબ જ રડતી હતી જેના કારણે માતાને ક્રોધ આવી ગયો હતો અને ઘરે આવતાં ઘરની અંદર જે ઉમરા જેવું હોય છે તેની ઉપર બાળકીને ફેંકી દીધી હતી અને ધક્કો માર્યો હતો જેના કારણે બાળકીને ઈજા થવાથી ખૂબ જ રડતી હોવાથી ત્યારબાદ પણ બાળકીને માર માર્યો હતો.બાળકી ખૂબ જ કમજોર હતી જેના કારણે તેને ખેંચ આવતા તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે આરોપી માતાની ધરપકડ કરવામાં આવી છે.