ETV Bharat / state

Surat Crime: હોટલના રૂમમાં યુવતી સાથે વિધર્મી મેનેજરે શારીરિક અડપલાં કર્યા, ફરિયાદ ફાઈલ - police station Surat

સુરતમાં મુંબઈથી આવેલી ઇવેન્ટ મેનેજમેન્ટની મહિલા સાથે ઇવેન્ટ મેનેજરે હોટલમાં શારીરિક અડપલાં કરતા પોલીસ ફરિયાદ થઈ છે. યુવતી હોટલના બાથરૂમમાં છુપાઈ જતા બચી ગઈ હતી. તેણે બાદમાં બહાર આવી તેણે ઉમરા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ લખાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Etસુરત હોટલના રૂમમાં યુવતી સાથે વિધર્મી ઇવેન્ટ મેનેજરે શારીરિક અડપલાં કરતા યુવતીએ પોલીસ ફરિયાદ કરીv Bharat
Eસુરત હોટલના રૂમમાં યુવતી સાથે વિધર્મી ઇવેન્ટ મેનેજરે શારીરિક અડપલાં કરતા યુવતીએ પોલીસ ફરિયાદ કરીtv Bharat
author img

By

Published : May 15, 2023, 10:12 AM IST

સુરત: મુંબઈથી આવેલી ઇવેન્ટ મેનેજમેન્ટની મહિલા સાથે ઇવેન્ટ મેનેજરે હોટલમાં શારીરિક અડપલાં કરતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સુરતમાં આવી ઘટના સામે આવતા ફરી એકવખત મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થાય છે. પોલીસે હોટલ મેનેજર મૂર્તુઝા ખાન, અલી, જીયાસિંઘ અને મરજીના સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે ચારેયની ધરપકડ પણ કરી હતી. એમાં મુખ્ય આરોપી મેનેજર મૂર્તુઝા ખાને મહિલાની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેથી તે રૂમમાંથી બહાર આવી તેની બહેન પણી મરજીને સમગ્ર હકીકત કહેતા તેઓએ ગાળાગાળી કરી ચપ્પલથી મારઝૂડ કરી પોલીસ ફરિયાદ નહીં કરવાની ધમકી આપી હતી.

મહિલાની છેડતી: ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એચ.રાજપુતે જણાવ્યું કે, ગત તારીખ 11મી એટલેકે ગુરુવારે રાત્રે ફરિયાદીને તેની બહેનપણીએ હોટલના અન્યરૂમમાં મિટિંગ માટે બોલાવી હતી. ત્યારબાદ ફરિયાદી રૂમમાં જતા જ ત્યાં અન્ય બે મહિલાઓ અને બે પુરુષો બેઠા હતા. જેમાં એક મુખ્ય આરોપી મૂર્તુઝા ખાન જેઓ હોટલનો મેનેજર છે. ફરિયાદીની બહેનપણીની સાથે મિત્રતા છે. આરોપી અને ફરિયાદી સિવાય તમામ લોકો પોતપોતાના અંગત કારણો સર રૂમમાંથી બહાર આવી ગયા હતા. ત્યારે આરોપી મૂર્તુઝા ખાને ફરિયાદી મહિલાની છેડતી કરી હતી.

"આ ગત 11મી એ રાતે આ ઘટના બની હતી.આ કેસમાં ફરિયાદી મહિલા મુંબઈ રહે છે. તેઓ ત્યાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કાર્ય કરે છે. પરંતુ કોઈક વખત તેઓનું કામ સુરતમાં પણ ચાલે છે. જેથી તેઓ તેમની બહેન પણી જોડે સુરત અવરનવર આવ્યા કરે છે અને પીપલોદ ની આર.આર હોટલમાં તેઓ રોકાઈ છે. આ સાથે જ તેઓ જ્યાં રોકાઈ છે ત્યાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકો પોતાની મિટિંગ કરે છે. જેમાંથી છેડતીની ઘટના બની."--એ.એચ.રાજપુત(ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર)

ચાર લોકોની ધરપકડ: પોલીસે આ કેસમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને આકરી ઢબે પૂછપરછ શરૂ કરી દીધી છે. જોકે, આ કેસમાં બીજા પણ કેટલાક શંકાસ્પદોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. જો આરોપીઓ સામે વધારે પુરાવાઓ મળી રહેશે જો કેસ મજબુત બનશે. પોલીસ પૂછપરછમાંથી સામે આવશે કે, આ તમામ આરોપીઓનો મહિલા પ્રત્યે ઈરાદો શું હતો.

Surat Crime News: સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર જેમ્સ ઉર્ફે સેમ જેફરી અલ્મેડાની મુંબઇથી ધરપકડ કરી

Surat Crime: કોથળામાંથી બિલાડું નીકળ્યું, હીરાના પેકેટમાંથી ચણાની દાળ નીકળી

Surat E-Library: સુરત DEO કચેરી ખાતે ઈ લાયબ્રેરી શરુ, મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને વાંચી શકાશે પુસ્તકો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.