ETV Bharat / state

Surat Crime : ભટારમાં આંખ ઉઘાડતો કિસ્સો, વિદ્યાર્થીનીને ધમકાવી દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ - વિદ્યાર્થિની પર દુષ્કર્મની ફરિયાદ

સુરતમાં અન્ય સમાજના યુવક દ્વારા વિદ્યાર્થીની પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિદ્યાર્થિનીના ઘરની નજક રહેતાં આરોપી યુવકે કઇ રીતે તેની મેલી મુરાદ પાર પાડવા પ્રેમજાળ બિછાવી હતી તે જાણવા જેવું છે.

Surat Crime : ભટારમાં આંખ ઉઘાડતો કિસ્સો, વિદ્યાર્થિનીને ધમકાવી દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ

author img

By

Published : Aug 18, 2023, 2:17 PM IST

સુરત: શહેરના ભટાર વિસ્તાર ખાતે રહેતી ધોરણ 10ની વિદ્યાર્થીનીને ધમકી આપી અન્ય સમાજના યુવક દ્વારા દુષ્કર્મ આચરાયું તું. આ મામલામાં પોલીસે સોયેબ નામના યુવકની અટકાયત કરી છે. અન્ય સમાજના યુવક દ્વારા વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યાં બાદ પણ આરોપી સોયેબ અવારનવાર વિદ્યાર્થિનીને હેરાન કરવામાં આવી રહી હતી. જેથી તે પંદર દિવસથી સ્કૂલ અને ટ્યુશન પણ જતી નહોતી. જ્યારે માતાએ વિદ્યાર્થિનીને આ અંગે પૂછ્યું ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવી અને પરિવારના લોકોએ ખટોદરા પોલીસ મથકમાં સોયેબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સોયેબ ધરપકડ કરી છે.

આરોપીએ પહેલાં મિત્રતા કરી : 'હું તને ખૂબ જ પ્રેમ કરું છું' એમ કહી અન્ય સમાજના યુવકે વિદ્યાર્થિનીને પહેલાં પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ દુષ્કર્મ આચાર્યું હતું. 18 વર્ષિય આરોપી શોયેબ શફી શેખ વિદ્યાર્થિનીના ઘરથી થોડા દૂર જ રહેતો હતો. જ્યારે પણ વિદ્યાર્થિની ટ્યુશન કે શાળા જતી હતી ત્યારે તેનો પીછો પણ કરતો હતો. ધીમેધીમે વિદ્યાર્થિની સાથે વાતો કરતા રહી તેની પાસેથી મોબાઇલ નંબર પણ લઈ લીધો હતો અને તેની સાથે સોશિયલ મીડિયા અને ખાસ કરીને વ્હોટ્સ એપ પર મેસેજ કરતો રહેતો હતો.

પોતાના ઘેર બોલાવી દુષ્કર્મ આચર્યું: આરોપી વિદ્યાર્થિનીના ઘરની નજીક રહેતો હોવાથી એક દિવસ તેણે નાપાક મનસૂબા પાર પાડવા વિદ્યાર્થિનીને મેસેજ કરીને પોતાના ઘેર બોલાવી હતી. ત્યારે પોતાના ઘરે અને અલથાન ગાર્ડનમાં બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ વારંવાર મેસેજ કરી પોતે પ્રેમ કરતો હોવાનું જણાવતો હતો અને થોડા દિવસો બાદ બોલાવીને ધમકાવવા અને બ્લેકમેલ કરવા લાગ્યો હતો.

સુરતના ભટાર ખાતે રહેતા પરિવારે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની ધોરણ 10માં ભણતી દીકરીને સોયેબ નામના ઇસમે પહેલાં પ્રેમજાળમાં ફસાવી ને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું જેના કારણે તે શાળા કે ટ્યુશન જતી નહોતી. છેલ્લા દસ મહિનાથી તે સગીરાને ઓળખે છે. આરોપી સોયેબ નોનવેજની લારી ચલાવે છે. પોતાના ઘરે અને ગાર્ડનમાં બોલાવીને વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. જેના આધારે અમે આરોપીની ધરપકડ કરી તપાસ કરી રહ્યા છીએ...આર. કે. ધુલિયા (પીઆઈ, ખટોદરા પોલીસ મથક)

માતાની પૂછપરછમાં બહાર આવી હકીકત : આવી ઘટનાને લઇને વિદ્યાર્થિની શાળાએ જવાનું બંધ કરી દીધું હતું અને ટ્યૂશનમાં પણ જતી ન હતી. દીકરી શાળા અને ટ્યુશનં જવા માટે ના પાડતાં તેની માતા અને પરિવારને આશંકા થઈ હતી. જ્યારે આ અંગે માતાએ વિદ્યાર્થિનીને ભારપૂર્વક પૂછ્યું ત્યારે સમગ્ર હકીકત તેણે માતાને જણાવી હતી. જેને લઇને પરિવાર દ્વારા ખટોદરા પોલીસ મથકમાં આરોપી સોયેબ સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો છે.

  1. વિધર્મી યુવાને બર્થ ડે પાર્ટીનું બહાનું આપીને સગીરાને પીંખી નાંખી
  2. ભરૂચ સરસ્વતી વિદ્યાલયના પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર ગુજાર્યો દુષ્કર્મ
  3. ધોરણ 10ની વિદ્યાર્થિની પર પાંચ સહપાઠીઓએ કર્યો ગેંગરેપ, વીડિયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.