સુરત : સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તાર ખાતે આવેલા આદર્શ બંગલામાં રહેતા જયશ્રી ઈટવાલાના પતિ નરેશ ઇટવાલા શહેરના પોશ વિસ્તાર વેસુમાં હવેલી ખેતીની જમીન સીમાબેન પાવરદાર પાસેથી ખરીદી હતી અને રજીસ્ટ્રાર દસ્તાવેજ પણ કરાવ્યો હતો. જે તે સમયે આ જમીન નરેશ ઈટવાલાએ રેવન્યુ ઓફિસમાં જમીન પર નામ દાખલ કરવા માટે સુરત શહેરના મજુરા મામલતદારમાં અરજી કરી હતી. પરંતુ નરેશભાઈ ત્યારે ચોકી ઉઠ્યાં હતાં જ્યારે તેમને ખબર પડી કે જે મૂળ માલિક સીમાબેન પાસેથી તેઓએ જમીન ખરીદી છે તેઓ 25 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. જેથી દસ્તાવેજ શંકાસ્પદ જણાતા મામલતદાર ઓફિસના સર્કલ અધિકારીએ અરજી નામંજૂર કરી દીધી હતી. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી હતી.
રેવન્યુ દફતરમાં નામ દાખલ કરવા જતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. 38 વર્ષ પહેલા મૃત્યુ પામનાર સીમાબેનના નામે બોગસ વિલ બનાવીને જમીન વેચવામાં આવી હતી. જેમાં પૂર્વ સરપંચની પણ સંડોવણી હતી. ફરિયાદીના ફરિયાદના આધારે તપાસ કરી આખરે પૂર્વ સરપંચની ધરપકડ કરવામાં આવી છે. જોકે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે...લલિત વાIડીયા (પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ક્રાઈમ બ્રાન્ચ )
બોગસ વિલ બનાવીને તેને નોટરાઈઝડ કરી વેચાણ કર્યું : જમીનના પાવરદાર પુનાભાઈ મેર પાસેથી જમીન ખરીદનાર નરેશભાઈએ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં ખરાઈ કરાવતાં જાણવા મળ્યું હતું કે સીમાબેન તો 1965માં મૃત્યુ પામ્યા છે અને આ જમીન પૂના મેરએ વર્ષ 2013ના 12 ડિસેમ્બરના રોજ બોગસ વિલ બનાવીને તેને નોટરાઈઝડ કરી વેચાણ કર્યું હતું. આ બોગસ વિલમાં મૃત્યુ પામનાર સોમાબેનના અંગૂઠાની પણ ઓળખ આપતી વેસુ ગામના જે તે સમયના સરપંચ નવીન પટેલ તેમજ લક્ષ્મણ કાનજીભાઈ દ્વારા સહી પણ કરવામાં આવી હતી.
બોગસ દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની જમીન વેચી : મૂળ માલિક સીમાબેનના મૃત્યુ બાદ બોગસ દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની જમીન વેચવામાં આવી હતી અને પૂના મેરે તે જમીન પોતાની માલિકીની હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં જમીનના મૂળ માલિક સીમાબેનના સીધી લીટીના જે વારસદાર હતા તે રતનબેન દ્વારા આ જમીન ઉમેશ નામની વ્યક્તિને વેચાણ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ વચ્ચે નરેશ ઈટવાલાના અવસાન બાદ તેમની પત્ની જયશ્રીબેનેે આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી હતી.