સુરત : સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પુરઝડપે દોડી રહેલા યમરૂપી વાહનો નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો. માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક પસાર થતા નેશનલ હાઇવે પર રાહદારીના મોતનો બનાવ બન્યો છે.
હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત : પાલોદ ગામ નજીક એક રાહદારી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પુરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લીધો હતો. જેને પગલે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અક્સ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે કોસંબા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તપાસ કરતા ગંભીર ઈજાઓના કારણે યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યુ હતું.
મૃતકની ઓળખ થઇ : પોલીસ તપાસમાં મૃતક યુવક મૂળ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાનો દેવાંગ જીતેન્દ્રગિરિ ગોસાઈ (વય 29) હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તો કોસંબા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અક્સ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ભાગી ગયો હતો. મૃતદેહનો કબજો લીધો છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે...નલીનભાઈ (એએસઆઈ, કોસંબા પોલીસ મથક )
બે દિવસ પહેલાંનો અકસ્માત : બે દિવસ અગાઉ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું હતું અન્ય અકસ્માતની ઘટનાની વાત કરીએ તો બે દિવસ અગાઉ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવપારા ગામ નજીક મોડી રાત્રે કીમ માંડવી સ્ટેટ હાઇવે પર પસાર થઈ રહેલા રાહદારીને એક આઇશર ટેમ્પાના ચાલકે અડફેટે લીધો હતો જેમાં રાહદારીને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું.બનેલ ઘટનાને લઈને કોસંબા પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો..
કીમ માંડવી સ્ટેટ હાઇવે પર અકસ્માત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા ગામ પાસે પસાર થતા કીમ માંડવી સ્ટેટ હાઇવે પર બે દિવસ અગાઉ મોડી રાત્રે એક રાહદારી રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક આઇશર ટેમ્પાના ચાલકે આ રાહદારીને અડફેટમાં લીધો હતો.રા હદારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.બનાવને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.
કોસંબા પોલીસે કાર્યવાહી કરી હતી : કોસંબા પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકનું નામ હોમબહાદુર બોમબહાદુર શેન હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ પર પહોંચેલી કોસંબા પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ તેઓના વાલીવારસ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન મૃતકનું નામ હોમબહાદુર બોમબહાદુર શેન (વય25) હોવાનું જાણવા મળ્યું.હાલ તો અકસ્માતની ઘટનાને પગલે પોલીસ વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.