સુરતના: પાંડેસરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી નિદ્રાધીન હતી. તે સમયે આરોપી પિતાએ હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રીએ તરત જ હાથ ઝાટકી નાખી દૂર રહેવા પિતાને કીધું હતું. પિતાની આ હરકતથી ભયભીત થયેલી દીકરીએ આ સમગ્ર ઘટના અંગે પોતાની મોટી બેન અને માતાની પણ જાણ કરી હતી. પિતાને પરિવારની આબરૂ બચાવવા માટે જે તે વખતે દીકરીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું જો કે બીજા દિવસે ફરી પિતાએ દીકરી સાથે તેવી જ હરકતો કરતા આખરે પુત્રીએ પિતા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
પુત્રીના પલંગની નીચે આવી સુઈ ગયો: મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને પાંડેસરા વિસ્તારમાં મજૂરી કરનાર પચાસ વર્ષીય પિતા સામે તેની જે પુત્રીએ શારીરિક અડપલા કરવા અંગેની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં કરી છે. પિતા છૂટક મજૂરી કરે છે. મધ્યરાત્રી સમયે પિતા પુત્રીના પલંગની નીચે આવી સુઈ ગયો હતો. વિભત્સ હરકતો કરવા લાગ્યો હતો. જેના કારણે નિદ્રાધીન પુત્રી ચોકી ગઈ હતી. હાથ ઝાટકી દૂર રહેવા કહ્યું હતું. ત્યારબાદ આરોપી પિતા પોતાની જગ્યા પર જઈને સૂઈ ગયો હતો. પુત્રી આ ઘટનાથી ભયભીત થઈ ગઈ હતી.
આવું નહીં કરશે: આ સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પટેલે જણાવ્યું હતું કે, પિતાએ જ્યારે પ્રથમવાર આ હરકત કરી હતી ત્યારે ફરિયાદી એ અંગે મોટી બેન ને જાણ કરી હતી અને ત્યારબાદ મોટી બેનએ સમગ્ર જાણકારી માતાને પણ કરી હતી. જો કે પરિવારની આબરૂ અને પિતા પુનઃ આવું નહીં કરશે એવું વિચારી ફરિયાદીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ બીજા દિવસે પિતા દીકરી સાથે કરતા ઉતરીએ તરત જ માતાને ભાઈ ને અંગે જાણ કરી હતી. અંગે વિવાદ પણ સર્જાયો હતો પુત્ર સાથે આરોપીએ ઝઘડો પણ કર્યો હતો આખરે પરિવારે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ગયા આરોપીની ધરપકડ કરી લીધી છે.