ETV Bharat / state

Surat Crime : નજીવી બાબતે પત્ની સાથેના ઝઘડામાં પિતાએ પુત્રી પર ચપ્પુના 17 ઘા કરી મોતને ઘાટ ઉતારી

સુરતના કડોદરામાં શાહુ પરિવાર માટે ગરમીથી બચવા ધાબે સૂવા જવાની બાબત જીવલેણ ઘટનામાં પરિવર્તિત થઇ ગઇ હતી. પતિપત્ની વચ્ચે નજીવી બાબતે ઝઘડો અને અંતે પિતા દ્વારા પુત્રીની હત્યાની ઘટનાએ કડોદરા પોલીસને દોડતી કરી દીધી હતી.

Surat Crime : નજીવી બાબતે પત્ની સાથેના ઝઘડામાં પિતાએ પુત્રીની હત્યા કરી નાખી

author img

By

Published : May 19, 2023, 8:35 PM IST

Updated : May 19, 2023, 10:25 PM IST

છત પર સૂવા જવા બાબતે જીવલેણ હુમલો

સુરત : કડોદરામાં રહેતાં શાહુ પરિવારમાં બુધવારે રાત્રે છત પર સૂવા જેવી નજીવી બાબતે પતિપત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઇ ગયેલા પતિએ પત્નીને મારવા જતા વચ્ચે બચાવવા પડેલી 19 વર્ષની પુત્રીને ઉપરાછાપરી ચપ્પુના 17 ઘા કરી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. સુરત જિલ્લાના કડોદરામાં રહેતા પરિવારમાં પત્નીએ ગરમી બહુ હોવાથી મકાનની છત પર સુવા માટે જણાવતા પતિ ગુસ્સે થઈ ગયો હતો અને પત્ની પર છરા વડે હુમલો કરવા જતાં જ બચાવવા માટે વચ્ચે પડેલી 19 વર્ષની પુત્રીને છરાના ઉપરાછાપરી 17 ઘા મારી દેતાં પુત્રીનું સ્થળ પર જ મોત નીપજયું હતું. હુમલાખોર પતિએ તેની પત્ની અને એક મૂકબધિર સહિત ત્રણ પુત્રો પર પણ ચપ્પુના વાર કર્યા હતા. કડોદરા જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પરિવાર મૂળ બિહારનો : મૂળ બિહારના સીવાન જિલ્લાના અમરપુર ગામનો શ્રમિક પરિવાર છેલ્લા ઘણા સમયથી કડોદરાના સત્યમનગર વિસ્તારમાં રહે છે. પરિવારમાં પતિ રામાનુજ મહાદેવ શાહુ (ઉ.વર્ષ 45), પત્ની રેખાદેવી (ઉ.વર્ષ 40), પુત્રી ચંદાકુમારી (ઉ.વર્ષ 19), ત્રણ પુત્રો સુરજ (ઉ.વર્ષ 16), ધીરજ (ઉ.વર્ષ 14), વિશાલ (ઉ.વર્ષ 12) સાથે રહે છે. રામાનુજ મિલમાં મજૂરી કામ કરે છે. ગુરુવારે રાત્રે પત્ની રેખાદેવીએ ગરમી વધુ હોવાથી મકાનના ધાબા પર સૂવા જવા માટે કહ્યું હતું. આ વાતને લઈને બંને પતિપત્ની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.

મૃતક ચંદાકુમારી
મૃતક ચંદાકુમારી

અચાનક મોટું ચપ્પુ લઈને ધસી આવ્યો : પતિ પત્ની સાથે જીભાજોડી બાદ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. થોડીવાર બાદ તે હાથમાં મોટું ધારદાર ચાકુ લઈને ધસી આવ્યો હતો અને તને જાનથી મારી નાખીશ એમ જણાવી રેખાદેવી પર હુમલો કરવા જતો જ હતો ત્યાં પુત્રી ચંદાકુમારી તેની માતાને બચાવવા વચ્ચે આવતા ગુસ્સે ભરાયેલા રામાનુજે તેની પુત્રીને જ ઉપરાછાપરી 17 જેટલા ચાકુના ઘા મારતા લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગઈ હતી અને તેનું ત્યાં જ મોત થયું હતું.

આરોપીએ મૃતકને 16થી 17 જેટલા ઘા માર્યા હતા. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. આર.એસ.પટેલ (કડોદરા પીઆઈ)

પત્ની અને પુત્રો પર હુમલો : પતિના હુમલાથી બચવા માટે રેખાદેવી બિલ્ડીંગની છત પર જતી રહી હતી. ત્યાં આવીને રામાનુજે રેખાદેવી પર ચાકુથી હુમલો કરતાં તેણીને પણ ગંભીર ઇજા પહોંચી હતી. બચાવવા માટે આવેલા ત્રણ પુત્રો સૂરજ, ધીરજ અને વિશાલને પણ ઇજા પહોંચી હતી. પરિવાર પર હુમલો કર્યા બાદ રામાનુજ મહાદેવ શાહુ બિલ્ડીંગની નીચે ઉતરીને ક્યાક જતો રહ્યો હતો. 108 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને ચલથાણની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં રેખાદેવીની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પત્નીની ફોન પર વ્યસ્તતાથી નારાજ : રામાનુજ મહાદેવ શાહુ 10 દિવસ પહેલાં બિહારથી કડોદરા આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તેની પત્ની સતત ફોન ઉપર વ્યસ્ત રહેતી હતી. તે બાબતે પણ નારાજ રહેતો હતો અને બંને વચ્ચે ઝઘડો પણ ચાલતો હતો. પોલીસે રામાનુજની ધરપકડ કરી લીધી છે અને રામાનુજ હત્યા માટે છરો પણ બજારમાંથી લાવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

  1. Pardi Crime: ઘરના જ ઘાતકી, મકાન બનાવવા પૈસા માંગતા પુત્રને પિતાએ કુહાડી મારી પતાવી દીધો
  2. Maharashtra News: નશામાં ધૂત પિતાએ પોતાના બાળકોને કૂવામાં ફેંકી દેતા એકનું મોત, આરોપીની ધરપકડ
  3. Chhattisgarh Crime News : પિતાએ પરિવાર પર કર્યો હુમલો, 18 વર્ષની દીકરીનું મૃત્યુ

Last Updated : May 19, 2023, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.