ETV Bharat / state

Surat Crime : સિગરેટ પીતાં યુવકને ઠપકો આપ્યો તો ગુંડાતત્વોએ બે દિવસ બાદ આવી વેપારીની હત્યા કરી, ત્રણ આરોપીની ધરપકડ - હત્યા

સુરતના વરાછામાં એક વેપારીની હત્યાના મામલામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વેપારીએ એક યુવકને સિગરેટ પીતાં યુવકને ઠપકો આપ્યો હતો જે બાદ તેણે સાગરિતો સાથે આવી બે દિવસ બાદ વેપારીની હત્યા કરી દીધી હતી.

Surat Crime : સિગરેટ પીતાં યુવકને ઠપકો આપ્યો તો ગુંડાતત્વોએ બે દિવસ બાદ આવી વેપારીની હત્યા કરી, ત્રણ આરોપીની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 3:38 PM IST

કોસ્મેટિકના વેપારીની ચપ્પુ વડે હુમલો કરી હત્યા

સુરત : સુરત શહેરમાં સિગરેટ ન પીવા બાબતે ઠપકો આપતા ગુંડા તત્વોએ કોસ્મેટિકના વેપારીની ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી છે. આ પ્રકરણમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. કોસ્મેટિકના વેપારીએ જ્યારે દુકાન પાસે એક યુવકને સિગરેટ ન પીવા ઠપકો આપ્યો ત્યારે વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સિગરેટ પીવા બાબતે ઝઘડો થયો હતો અને કોસ્મેટિકની દુકાન ચલાવનાર વેપારીની આ બાબતે હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં પૃથ્વીરાજ સપકાડે, રાજેશ શિયાળ અને સંજય વસાવા નામના લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય છૂટક મજૂરી કરે છે. મરનાર બોબી કોસ્મેટિકની દુકાન ચલાવતા હતાં. આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે...પી. કે. પટેલ ( એસીપી )

એક યુવકને સિગરેટ પીવા બાબતે ઠપકો આપ્યો : સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર ખાતે કોસ્મેટિકના વેપારીએ જ્યારે દુકાનની બહાર એક યુવકને સિગરેટ પીવા બાબતે ઠપકો આપ્યો ત્યારે તેને ખબર નહોતી કે આ બાબતમાં તેની હત્યા કરી દેવામાં આવશે. 30 વર્ષીય બોબી યાદવ ઘનશ્યામ નગરમાં કોસ્મેટિકની દુકાનના માલિક હતાં. અજાણ્યા ઇસમો દ્વારા તેમની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. લોહીથી લથપથ વેપારી બોબીને તેમના ભાઈ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતાં. જો કે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ વેપારી બોબીને મૃત જાહેર કર્યો હતો.

બે દિવસ બાદ આરોપી સાગરિતો સાથે આવ્યો : ઘટનાની જાણ થતા પોલીસ કાપલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હ.તી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે કોસ્મેટિકના વેપારી બોબી પોતાની દુકાન પાસે બે દિવસ પહેલા ત્યાં ઉભેલા એક યુવકને સિગરેટ ન પીવા માટે ઠપકો આપ્યો હતો. આવી નજીવી બાબતે તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જોકે બે દિવસ બાદ આરોપી અને તેના અન્ય સાગરિતો સાથે મળીને ત્યાં ઝઘડો કરવા માટે આવ્યા હતાં અને વેપારીને ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી દીધાં હતાં.

  1. Ahmedabad Crime News: કણભામાં વિધવાની હત્યાનો ગુનો ઉકેલાયો, પ્રેમીએ જ આવેશમાં કરી હતી હત્યા
  2. Shivam Murder Case of Kadodara : શિવમ હત્યાકાંડના વધુ એક આરોપીની ધરપકડ
  3. Surat Crime News : અપહરણ-હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓએ થોડા દિવસ પહેલા કર્યો હતો કાંડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.