સુરત : મહિલાએ ચાર વર્ષ નાના સગીરને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવીને શારીરિક સંબંધો પણ બાંધ્યા અને એટલું જ નહીં તેના પાસેથી રૂપિયા 12 લાખ પડાવી પણ લીધા. આ અજીબોગરીબ ઘટના અંગે લેખિત ફરિયાદ સગીર તરફથી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કરવામાં આવી છે.
2025માં થયો પરિચય : સુરત શહેરમાં એક એવી ઘટના બની છે જેને સાંભળીને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી એક યુવતીએ કતારગામમાં રહેતા એક સગીરને પહેલા પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ તેને લગ્નની લાલચ આપી સગીરને અમદાવાદ અને ગાંધીનગરની હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. વર્ષ 2015માં બંને વચ્ચે સમૂહ લગ્ન કાર્યક્રમમાં પરિચય થયો હતો અને બંને વચ્ચે ચેટિંગની શરૂઆત થઈ હતી.
આ પણ વાંચો કેફિ દ્રવ્યોની શિતળતામાં યુવાનોને ખાલવતી 'શિતલ આંટી'ના કાળા કરતૂત
અવારનવાર પિક્ચર જોવા લઈ જતી : પીડિત સગીર હવે 23 વર્ષનો છે. સુરત પોલીસ કમિશનરને તેણે લેખિતમાં અરજી આપી છે અને જણાવ્યું હતું કે, બંને વચ્ચે એક સમૂહ લગ્ન કાર્યક્રમમાં પરિચય થયો હતો બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે પણ થઈ હતી. એટલું જ નહીં. ત્યારબાદ તેઓ સોશિયલ મીડિયા પર પણ ચેટિંગ કરવા લાગ્યા હતા અને ફોન પર વાતચીત પણ થતી હતી. મહિલાથી તે ચાર વર્ષ નાનો હતો. મહિલાએ તેને પ્રેમનો પ્રસ્તાવ મોકલ્યો હતો તે સમયે તેને અસ્વીકાર પણ કર્યો હતો પરંતુ ત્યારબાદ યુવતી અવારનવાર તેને થિયેટરમાં પિક્ચર જોવા માટે પણ લઈ જતી હતી.
12 લાખ રૂપિયા પડાવી લીધા : મહિલા સામે શારીરિક શોષણની ફરિયાદની પોતાની અરજીમાં સગીરે જણાવ્યું હતું કે જ્યારે તેઓ થિયેટરમાં પિક્ચર જોવા માટે જતા હતા ત્યારે યુવતી સગીર સાથે અશ્લીલ હરકતો પણ કરતી હતી. તેને અનેકવાર ગાંધીનગર અને અમદાવાદ પણ લઈ ગઈ હતી અને હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં યુવતીએ સગીરને કોલેજની ફી ભરવાના બહાને તેમજ સરકારી નોકરી મેળવવાના બહાને તેની પાસેથી 12 લાખ રૂપિયા પડાવી પણ લીધા હતા.
આ પણ વાંચો ભાજપ તાલુકા પંચાયત સભ્ય વારંવાર યુવતીનું શારીરિક શોષણ કરતા ધરપકડ
રુપિયા પાછા માગતાં ધમકી : સગીર જ્યારે મહિલા પાસે પૈસા પાછા આપવાની માંગણી કરતો ત્યારે યુવતી તેને ધમકી આપતી હતી. યુવતીએ બીજા યુવક સાથે લગ્ન પણ કરી લીધા છે. આ સમગ્ર ઘટના બાદ પીડિત માનસિક તણાવમાં આવી ગયો હતો અને હાલ સુરત પોલીસ કમિશનરને અરજી કરી આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરી છે.
અરજી અંગે તપાસ થશે : આ સમગ્ર મામલે એસીપી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારની અરજી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવી છે એમાં હકીકત શું છે તે અંગેની અમે તપાસ કરીશું. હાલ પ્રાથમિક તપાસ કરવામાં આવશે. બનાવ અંગે જે રીતે જણાવવામાં આવ્યું છે તે સંવેદનશીલ હોવાના કારણે વધુ માહિતી અમે આપને આપી શકતા નથી.