સુરત : બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટમાં આવી ATM ને નિશાન બનાવતા પાંચ લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ તમામ આરોપી રૂપિયા ઉપાડવા આવતા લોકોના ATM ક્લોન કરી દિલ્હીના ફિરોજપુર જઈ રૂપિયા ઉપાડી લેતા હતા. આ તમામ લોકો સુરત શહેર સાથે મુંબઈ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં આ રીતે ગુના આચર્યા છે. બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી માત્ર એક્સિસ બેન્કના એટીએમને ટાર્ગેટ બનાવતા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચે ATM ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના 5 સભ્યોને ઝડપ્યા - ATM ને નિશાન બનાવતી ગેંગ
સુરત ક્રાઈમ બ્રાન્ચે ATM ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકીના સભ્યો બિહારથી દિલ્હી અને દિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવી ઘટનાને અંજામ આપતા હતા. સુરતમાં અનેક ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી આઈટી એક્ટના 4, ઘરફોડ ચોરીના 6 મળી કુલ 10 ગુનાનો ભેદ ઉકેલાયો છે.