- 14 લાખના MD ડ્રગ્સ સાથે પિતા-પુત્રની ધરપકડ
- સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા ડ્રગ્સનું વેચાણ
- આરોપીઓ મુંબઈથી બાયરોડ કે ટ્રેનમાં MD ડ્રગ્સ લાવતા હતા
સુરત : ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સોદાગરવાડ દાર-એ-ગલી બિલ્ડીંગમાં દરોડા પડ્યા હતા. પોલીસને મકાનમાં લોખંડના ખાટલા પરથી એક બેગ મળી આવી હતી. આ બેગમાં 133 ગ્રામ MD ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા 13.30 લાખ છે. શહેરના સોદાગરવાડ ખાતે રહેતા 45 વર્ષીય અબ્દુલકાદર અબ્દુલગની ડોબીવાલા અને તેમનો 23 વર્ષીય પુત્ર ઉસ્માનગની ઉર્ફે સલમાન અબ્દુલકાદર ડોબીવાલા છેલ્લા 5 માસથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકો મેળવી ખાત્રી કરીને ડ્રગ્સ વેંચતા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંને પિતા પુત્રને રૂપિયા 13.30 લાખની કિંમતના 133 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે.
મુંબઈના મહેંદી ઉર્ફે મોહમદ ઝૈદને વોન્ટેડ જાહેર કર્યો
મુંબઈ ખાતે સાકીનાકા પેનનસુલા હોટેલની ગલીમાં રહેતો મહેંદી ઉર્ફે મોહમદ ઝૈદ પાસેથી સલમાન ડોબીવાલા બાયરોડ કે, ટ્રેન મારફતે MD ડ્રગ્સ લઈ આવતો હતો. સલમાન સુરતમાં સોશિયલ મીડિયા માધ્યમથી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. સલામત ગ્રાહકોને સોશિયલ મીડિયાથી કોલ કરી નક્કી કરેલ જગ્યા પર બોલાવતો હતો. નક્કી કરેલ જગ્યા પર સલમાન પહેલે પહોંચી ગ્રાહકને ચેક કરી ત્યાર બાદ ફરી બીજા ઠેકાણે બોલાવતા હતો. સલમાનને ગ્રાહક બરાબર લાગતા પછી પાછળથી તેને પિતા અબ્દુલકાદર ડોબીવાલાને ડ્રગ્સ લઈને બોલાવી વેચાણ કરતો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંને પિતા પુત્રની ધરપકડ કરી મુંબઈના મહેંદી ઉર્ફે મોહમદ ઝૈદને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.