ETV Bharat / state

Surat crime : 700 રુપિયાના ફુગ્ગા વેચી સુરત પોલીસે ચોર પકડ્યો, ભટારમાં 11.36 લાખની ઘરફોડ ચોરી કરનાર આરોપીની ધરપકડ - આરોપીની ધરપકડ

સુરતમાં 11.36 લાખની ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે 700ના ફુગ્ગા ખરીદ્યા હતાં. જાણીને આશ્ચર્ય થશે, પરંતુ 700 રૂ.ના ફુગ્ગાના કારણે પોલીસને મોટી સફળતા મળી છે.

Surat crime : 700 રુપિયાના ફુગ્ગા વેચી સુરત પોલીસે ચોર પકડ્યો, ભટારમાં 11.36 લાખની ઘરફોડ ચોરી કરનાર આરોપીની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 6:15 PM IST

સુરત : સુરત શહેરમાં 28 જુલાઈએ લાખો રુપિયાની ચોરીનો કેસ બન્યો હતો. તેની તપાસમાં લાગેલી પોલીસને ફુગ્ગા વેચવા પડ્યાં હતાં ત્યારે સફળતી મળી હતી. રુપિયા 11.36 લાખની ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે 700ના ફુગ્ગા ખરીદ્યા હતાં. હા, આશ્ચર્ય થશે પરંતુ 700 રૂ.ના ફુગ્ગાના કારણે પોલીસને મોટી સફળતા મળી છે. ખટોદરા ઠાકોર પાર્ક સોસાયટીમાં રૂ.11.36 લાખની ઘરફોડ ચોરીનો કેસ ખટોદરા પોલીસે ઉકેલી નાંખ્યો હતો. ખટોદરા પોલીસે દિલ્હી ખાતે ફૂગ્ગાવાળાનો વેશ ધારણ કરીને આરોપીને પકડી લીધો હતો.

જગદીશ સુખા આહીરના મકાનની પાછળના ભાગે આવેલી આંબાની વાડીમાંથી પાછળની દીવાલ વાટે બેડરૂમમાં પ્રવેશ કરી દાગીના, ફોન અને ઘડિયાળ મળી કુલ રૂ.11.36 લાખની ચોરી કરી હતી. પોલીસે આ મામલે અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો હતો. સર્વેલન્સમાં કોન્સ્ટેબલ કવિત મનુભાઇ તથા રિજરાજસિંહે દિલ્હી જઇ આરોપીના ઘરની બહાર ફૂગ્ગા વેચવાનો ધંધો કર્યો હતો. ત્યારબાદ આરોપી પકડાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી 23 વર્ષીય અભય ઉર્ફે અક્ષય મોહન સોલંકી રમકડાં વેચવાનું કામ કરે છે. હાલ તે દિલ્હીમાં કનેરી ખાતે રહે છે. મૂળ તે એમપીનો રહેવાસી છે. તેણે આ ચોરીની કબૂલાત કરી લીધી હતી...આર.કે.ધૂળિયા (પીઆઈ, ભટાર પો. સ્ટેશન)

28મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના : સુરતના ભટાર વિસ્તાર ખાતે આવેલા ઠાકોર પાર્ક સોસાયટીમાં 28મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી. જગદીશ આહીરના બંધ મકાનમાં અજાણ્યા ચોરોએ બેડરૂમમાં ઘુસી કપાસમાંથી સોનાની જ્વેલરી અને ઘડિયાળ સહિત મોબાઈલ તેમજ 5.50 લાખ રોકડ ચોરી કરી હતી. કુલ 11.36 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં. ફરિયાદીએ આ અંગે ખટોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. મોબાઈલ લોકેશનના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મધ્યપ્રદેશના રહેવાસી છે.

700 રૂપિયાના ફુગ્ગાની ખરીદી પણ કરી જેના આધારે પોલીસ મધ્યપ્રદેશ સુધી પણ પહોંચી હતી. આરોપીના પરિવાર પાસે પૂછપરછ પણ કરી હતી. ત્યારે ખબર પડી કે આ ઘટનામાં મધ્યપ્રદેશની પારઘી ગેંગનો હાથ છે. પોલીસ સતત આરોપીઓની શોધમાં હતી પરંતુ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી ન હતી. આખરે પોલીસને જાણકારી મળી કે મુખ્ય આરોપી સાગરિતોસાથે દિલ્હીના ખજુરી ચાર રસ્તા નજીક રહે છે. આરોપીને પકડવા માટે પોલીસ દિલ્હી પહોંચી ગઈ. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ કર્મચારીઓ ફુગ્ગાઓનું વેચાણ કરવા લાગ્યા હતા. આ માટે તેઓએ 700 રૂપિયાના ફુગ્ગાની ખરીદી પણ કરી ને આખરે આરોપી અભય સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રમકડાં વેચવાનું કામ કરે છે.

  1. Surat news: 200થી વધુ કારના કાચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર પિતા-પુત્ર સુરતથી ઝડપાયા, વૈભવી લાઈફસ્ટાઈલ માટે કરતાં હતાં ચોરી
  2. Surat Crime : ગુજરાતના સૌથી મોટા ચોરીના નેટવર્કનો પર્દાફાશ, સુરત LCB પોલીસે 79 કરોડનો મુદ્દામાલ રીકવર કર્યો
  3. Surat Crime : લ્યો બોલો, વરિયાવ પોલીસ ચોકીમાં દંડ ફટકારવાની રસીદ બુક સહિત લેપટોપની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.