સુરત: શહેરના અલથાણ વિસ્તારમાં શિક્ષકે પોતાના ઘરે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લેતા તથા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચીજવા પામી છે. હાલ આ મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાતના બનાવો: સુરત શહેરમાં દિવસે દિવસે આપઘાતના બનાવો બની રહ્યા છે.ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને નીતિનકુમારની બોડી કબ્જે કરીને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ આપઘાત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક નીતિનકુમાર જેઓ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો Surat Crime : લાલુ જાલીમ ગેંગ ફરી સક્રિય, ગેંગના સભ્યની જ હત્યા કરવાનો કર્યો પ્રયાસ
શાળામાં શિક્ષક: સૂત્રો માહિતી અનુસાર 42 વર્ષીય નીતિનકુમાર જશવંતભાઈ પટેલએ પોતાના જ ઘરમાં જ્યારે પરિવાર બહાર ગયો હતો. ત્યારે તેમણે પોતાના જ ઘરમાં કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો. નીતિનકુમાર જેઓ શહેરના વરાછા વિસ્તારમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમને બે દીકરીઓ પણ છે. જોકે આપઘાત કરતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. તો બીજી બાજુ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, સુરત શહેરમાં આત્મહત્યા કરી હોવાનો આ કોઈ પહેલો કેસ નથી. આ પહેલા એક યુવતીએ કેટલાક કારણસર આત્મહત્યા કરી લીધી હતી. જોકે, દિવસે દિવેસ વધી રહેલા આત્મહત્યાના કેસથી અનેક એવા પ્રશ્નો ઊભા થાય છે. જેમાં સંબંધો પરના પ્રશ્નો તો કેટલાક કેસમાં આર્થિક બાબત અંગેના કારણો પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો Surat Accident: સુરતમાં ટેન્કરની ટક્કરે દંપતીનું મોત, જીદ કરીને સાથે આવેલી બાળકીનો બચાવ
બુમાબુમ કરવા લાગ્યા હતા: આ બાબતે ખટોદરા પોલીસના હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર ભરતસિંહ જેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે, ગઈકાલે સાંજ આ બનાવ બન્યો હતો કે, 42 વર્ષીય નીતિનકુમાર જશવંતભાઈ પટેલ જેઓ અલથાણ વિસ્તારમાં આવેલ શાલિની ઈવેન્યુમાં રૂમ નંબર-503માં રહેતા હતા.તેમણે કોઈ કારણોસર તેમના જ ઘરમાં આપઘાત કરી લીધો હતો.તેમનો પરિવાર બહાર કોઈ પ્રોગ્રામમાં ગયા હતા. હાલ તો આ મામલે અમે વધુ તપાસ હાથ ધરી છે.