સુરત ક્રાઇમ બ્રાન્ચે મેવાતી ગેંગ ઝડપી પાડી બેંકો સાથે છેતરપિંડી આચરતાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.સુરતના ભાગા -તળાવ ખાતે આવેલ બેન્ક ઓફ બરોડાના ATMમાં અજાણ્યા શખ્સો દ્વારા છેડછાડ કરી રૂપિયા ઉપાડ્યા બાદ કસ્ટમર કેર માં ફરિયાદ કરવામાં આવી હતી.જે બાદ ટ્રાન્જેક્શન કરવા છતાં રૂપિયા ના મળ્યા હોવાની ફરિયાદ કરતા બેંક દ્વારા રૂપિયા તેઓના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા હતા. આ બાબતની જાણ બેંકના ધ્યાને આવી હતી. અને બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જ્યાં ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ કરતા મેવાતી ગેંગને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે, ગેંગના ચાર પૈકીનો એક આરોપી પ્લેન મારફતે હરિયાણા થી સુરત ગુનાને અંજામ આપવા આવતો હતો.એટલુ જ નહીં પરંતુ સુરત શહેરમાં પહેલા પણ ગેંગ દ્વારા ATMને નિશાન બનાવી બેંક સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.ત્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.