સુરતઃ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. ત્યારે હવે ભણેલા ગણેલા લોકો પણ આ ગુનાખોરીમાં સામેલ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવો એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં. અહીં વરાછા વિસ્તારમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે શિશુ પરીક્ષણ મામલે ડોક્ટર દંપતિને કોર્ટે 3 મહિનાની સજા ફટકારી છે. ત્યારે શું છે સમગ્ર મામલો આવો જાણીએ.
આ પણ વાંચો Limbdi Court Judgment : પુત્રની હત્યાના કેસમાં સાવકી માતા આજીવન ગણશે જેલના સળીયા
કોર્ટે દંડ પણ ફટકાર્યોઃ વરાછા વિસ્તારમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલ અને પ્રસુતિ ગૃહમાં ગેરકાયદેસર શિશુ પરીક્ષણ મામલે ડોક્ટર દંપતિને ત્રણ મહિનાની સજા સંભળાવી છે. તેમજ 1,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો દંડ નહીં ભરે તો વધુ 15 દિવસની સજા ભોગવી પડશે.
ઘટના 12 વર્ષ પહેલાનીઃ મળતી માહિતી અનુસાર, આરોપીઓએ આજથી 12 વર્ષ પેહલા એટલે કે, 16 એપ્રિલ, 2011ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ક્લિનિકમાં તપાસ કરી હતી, જ્યાં ક્લિનિકને લાગતી ઘણી બધી ક્ષતિઓ મળી આવી હતી. તેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ આરોપી ડોક્ટર દંપતી સામે ફરિયાદ નોંધાવી ક્લિનિક સીલ કર્યું હતું. ત્યારબાદ આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. અંતે કોર્ટ દ્વારા સમગ્ર પૂરાવાને લઈને બંને ડોક્ટરોને કસૂરવાર ઠેરવી 3 મહિનાની સજા ફટકારી છે. સાથે જ 1,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટનાઃ વરાછા વિસ્તારમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં 12 વર્ષ પેહલા સુરત જિલ્લા આરોગ્ય અધિકારીની સર્ચ દરમિયાન ક્લિનિકના તબીબ ડોક્ટર દંપતિ શારદાબેન તથા તેમના પતિ ડોક્ટર જાદવજી એસ ભારોલીયાએ ક્લીનિકમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રાખવાને બદલે ઘરે રાખ્યું હતું તેવું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત ક્લિનિકમાં અહીં ગર્ભસ્થ શીશુનું લિંગ પરિક્ષણ કરવામાં આવતું નથી. આવું કરવું તે કાનુની ગુનો બને છે એવું લખાણવાળું બોર્ડ પણ મારવામાં આવ્યું નહતું. તેમ જ છેલ્લા 2 વર્ષથી ક્લિનિકમાં કરવામાં આવેલી સોનોગ્રાફીની રજિસ્ટર પણ બનાવી નહતી.
આરોપી તબીબ દંપતિ સામે PCPNDT એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈઃ સગર્ભા સ્ત્રીની સોનાગ્રાફી માટે ભરવાનું ફોર્મનું રેકોર્ડ નહતું. એ જ ક્લિનિકમાં દર ગુરૂવારે સોનાગ્રાફી કરતા રેડિયોલોજિસ્ટ ડોક્ટર હિરેન પાઠકની લાયકાત કે અન્ય વિગતો માગતા તેં વિગતો પણ મળી આવી નહતી. આથી આ મામલે ફરિયાદી આરોગ્ય અધિકારીએ આરોપી તબીબ દંપતિ સામે પીસીપીએનડીટી એક્ટની કલમોં હેઠળ ફરિયાદ નોંધાવી ક્લિનિક સીલ કર્યું હતું. ત્યારબાદ આ મામલે આજ સુધી કેસ ચાલ્યો હતો અને આ મામલે સરકારી વકીલે આરોપી સામે કોર્ટમાં પંચોની સાક્ષી અને 12 દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કર્યા હતા.જેને લઈને કોર્ટમાં દલીલો કરી હતી.