ETV Bharat / state

Surat Accident: સુરતમાં ટેન્કરની ટક્કરે દંપતીનું મોત, જીદ કરીને સાથે આવેલી બાળકીનો બચાવ

સુરતમાં બાઈક પર જતા દંપતીને ટેન્કરચાલકે ટક્કર મારતા બંનેનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ દંપતી અમરોલી વિસ્તારમાં ખરીદી કરવા આવ્યું હતું. જ્યારે તેની સાથે પાડોશીની 4 વર્ષીય બાળકી પણ આવી હતી, જેનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.

Surat Accident: સુરતમાં ટેન્કરની ટક્કરે દંપતીનું મોત, જીદ કરીને સાથે આવેલી 4 વર્ષીય બાળકીનો બચાવ

author img

By

Published : Feb 15, 2023, 9:33 PM IST

સુરતમાં ફરી મોટા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે

સુરત: શહેરમાં ફરી મોટા વાહનચાલકો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી એક વાર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જોથાણ ગામમાં આવેલ હળપતિ વાસમાં રહેતા દંપતીને અકસ્માત નડતાં બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા.

આ પણ વાંચોઃ Radhanpur Accident: પાટણના રાધનપુરમાં વારાહી હાઈવે પર ભયાનક અકસ્માત, 6 લોકોના મોત

બાળકીનો આબાદ બચાવઃ મળતી માહિતી અનુસાર, 50 વર્ષીય સુરેશ કનુભાઈ રાઠોડ તેમના 45 વર્ષીય પત્ની ગૌરી રાઠોડ સાથે ઓલપાડથી સુરત અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન વરીયાવ ગામથી ઉતરાયણ તરફ જતી વખતે અમરોલી પાસે આવેલા કોરીવડ ગામ પાસે જ આ દંપતીને ટેન્કરચાલકે અડફેટે લઈ લીધા હતા. ટેન્કરચાલકે દંપતીને 60થી 70 ફૂટ ઘસેડ્યું હતું. તેના કારણે બંનેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જોકે, તેમની સાથે 4 વર્ષની બાળકી પણ હતી. તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે મૃતકોના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

ગ્રામજનોએ રસ્તો બ્લોક કર્યોઃ અકસ્માતના કારણે ગામના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેથી ગ્રામજનોએ રસ્તા ઉપર મોટું લાકડું મૂકી રોડ બ્લોક કર્યો હતો. ત્યારે અમરોલી પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જોકે પોલીસે આ મામલે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

જીદ કરીને આવેલી બાળકીનું મોતઃ પોલીસ રફથી મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં મોતને ભેટેલા દંપતી અમરોલી વિસ્તારમાં ખરીદી કરવા આવ્યા હતા. તેમની સાથે પાડોશમાં રહેતી ચાર વર્ષીય તનવીર પણ આવી હતી. જોકે, બાળકીએ દંપતી સાથે આવવાની જીદ કરતાં તેઓ તેમને સાથે લઈ આવ્યા હતા. અમરોલીથી નીકળીને તેઓ વરિયાવ ગામથી ઉતરાયણ તરફ જતી વખતે અમરોલી પાસે આવેલા કોરીવડ ગામ પહોંચ્યા ત્યારે જ કાળમુખી ટેન્કરે દંપતીને અડફેટે લીધો હતો. જોકે, આ ઘટનામાં ચાર વર્ષીય તનવીરનું ચમત્કારી બચાવો થયો હતો.

આ પણ વાંચોઃ Vadodara Accident : એક્સપ્રેસ વે પર ચાર વાહનોનો અકસ્માત બસ ટ્રક લટકી રહ્યા, પાંચ ઈજાગ્રસ્ત

ટેન્કરચાલક સામે ગુનો નોંધાયોઃ આ ઘટનામાં થયેલા દંપતીઓના મોતમાં પરિવારનો આક્રંદ જોવા મળી રહ્યો છે. જોકે, તેમના પરિવારમાં ત્રણ મહિના પછી તેમની દિકરીના લગ્નન હતા, જેથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો છે. હાલ તો આ મામલે પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.