ETV Bharat / state

Surat Potholes: ભર ઉનાળે રસ્તામાં મસમોટો ભુવો પડ્યો, તંત્રની લોલમલોનો પુરાવો પુરવાર

author img

By

Published : Apr 15, 2023, 1:35 PM IST

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા મીની બજાર પાસે રોડમાં મસમોટો ભૂવો પડ્યો હતો.આ ભુવાના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. તેમજ ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ પાલિકાની ટીમે અહી બેરીકેટ મૂકી દીધા હતા. ભુવાના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. તેમજ ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા હતા.

સુરતમાં ભર ઉનાળે રસ્તામાં મસમોટો ભુવો પડ્યો.

સુરત: બોલો લ્યો...સુરતમાં ભર ઉનાળે રસ્તામાં મસમોટો ભુવો પડવાની ઘટના બની છે. તંત્રની પોલ છતી થઇ જતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ચોમાસું હોય તો મનાય કે, ચાલો ભુવો પડે. પરંતુ આ તો કાળઝાળ ઉનાળામાં સુરતમાં ખાડા પડી રહ્યા છે. વાતાવરણને હવે સીઝન વગરનું થઇ ગયું છે. તેમ હવે ભુવારાજ પણ બારેમાસ થઇ ગયું છે. એટલે એ પણ કહેવું અહિંયા ખોટું નથી કે, તંત્ર ખોટા થીંગડાં મારીને ટાઢા પાણીએ ખસ કાઢી નાંખે છે. મસમોટા બિલ પાસ તો કરાવી લે છે. પરંતુ કામમાં શુન્યઅવકાશ. હાલ સુરતના લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે

મસમોટો ભૂવો: શહેરના વરાછા વિસ્તારમાં આવેલ મીની બજાર પાસે રોડ વચ્ચે જ મસમોટો ભૂવો પડ્યો હતો.જોકે ભુવો જોવા માટે પણ લોકોની ભીડ જામી હતી તો તે સાથે જ ભુવાના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી તેમજ ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા હતા.સુરત મહાનગરપાલિકાને જાણ થતા તંત્ર દ્વારા અહી હાલ તકેદારીના ભાગરૂપે બેરીકેટ મૂકી દીધા હતા. મહત્વની વાત એ છેકે, ભરઉનાળે જો આવી સ્થિતિ થાય છે તો ચોમાસામાં શું સ્થિત થઇ શકે છે. તેવી લોક ચર્ચાઓ ચર્ચાઈ રહી છે.

ટ્રાફિક જામ:સુરતમાં ભર ઉનાળે રસ્તામાં મસમોટો ભુવો પડવાની ઘટના સામે આવી છે. ત્યારે આવી સ્થિતિ ચોમાસા દરમિયાન શહેરાના અનેકો રસ્તાઓ ઉપર જોવા મળે છે. જેને કારણે ટ્રાફિક જામ થાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે વરાછા વિસ્તારમાં ભર ઉનાળે રસ્તામાં મસમોટો ભુવો પડવાની ઘટના સામે આવી છે. આ પેહલા પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે રસ્તામાં મસમોટો ભુવો પડવાની ઘટના સામે આવી ચૂકી હતી.

આ પણ વાંચો Surat AAP: આપ કા ક્યા હોગા? કુલ 26માંથી 10 કોર્પોરેટરે ભાજપમાં જોડાઈ ગયા

તંત્ર દોડતું થઇ ગયું: આ પહેલા વેસું, લીંબાયત અને અડાજણમાં જ્યાં આ પ્રકારે જ ભર ઉનાળે રસ્તામાં મસમોટો ભુવો પડવાની ઘટના સામે આવી ચૂકી હતી. પરંતુ તે સમય દરમિયાન વેસુંમાં પણ ઘટના જાણ થતાજ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થઇ ગયું હતું. તે ભુવાને પુરી દેવામાં આવ્યો હતો. લીંબાયત વિસ્તારમાં એક જગ્યા ઉપર બે વખત ભુવા પડ્યા હતા. ત્યારબાદ ત્રીજી વખત આખો રોડ બનાવામાં આવ્યો હતો. અડાજણ વિસ્તારમાં રોડ બન્યો હતો. ચોથા દિવસે જ ભુવો પડી ગયો હતો. જેથી પાલિકાની પોલ ખુલી જતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.