ETV Bharat / state

Surat Crime : શેરડીના ખેતરમાં છુપાયેલા 334 કિલો ગાંજા પર પોલીસે માર્યો છાપો - cannabis seized from sugarcane field in Surat

સુરતના પરબ ગામની સીમમાંથી 334 કિલોથી વધુ ગાંજો ઝડપાયો છે. પોલીસ ગાંજા સાથે બે આરોપીની પણ ધરપકડ કરી છે. 33.79 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ગાંજાના જથ્થાને આરોપીઓએ શેરડીના ખેતરમાં છુપાવવાનો પ્લાન રાખ્યો હતો.

Surat Crime : શેરડીના ખેતરમાં છુપાયેલા 334 કિલો ગાંજા પર પોલીસે માર્યો છાપો

author img

By

Published : Apr 15, 2023, 8:54 AM IST

સુરતના પરબ ગામની સીમમાંથી 334 કિલોથી વધુ ગાંજો ઝડપાયો

સુરત : જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે કામરેજ તાલુકાના ખેતરમાંથી મોટા જથ્થામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં બે શખ્સોની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. એસ.ઓ.જી.ની ટીમે બાતમી આધારે કામરેજ તાલુકાના પરબ ગામની સીમમાં આવેલા યોગેશ્વર સોસાયટીની પાસેથી એક શેરડીના ખેતરમાંથી 334 કિલોથી વધુના ગાંજા સાથે બે આરોપી ધરપકડ કરી 33.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કેવી રીતે ઝડપાયો ગાંજો : સુરત જિલ્લા એસ.ઓ.જી.પોલીસની પેટ્રોલિંગમાં હતી. ત્યારે સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, કામરેજ તાલુકાના પરબ ગામે આવેલ યોગેશ્વર સોસાયટીની સામે આવેલ એક શેરડીના ખેતરની બાજુમાં રસ્તા ઉપર બે શંકાસ્પદ શખ્સો ગાંજાના જથ્થા સાથે ઉભા છે જે બાતમી આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો.

બે આરોપીની ધરપકડ : પોલીસે સ્થળ પર ઉભેલા બે શખ્સોની અટક કરી તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બંનેએ પોતાના નામ 19 વર્ષીય સંજય શ્રી દયારામ ગૌતમ અશ્વિનિકુમાર કતારગામ સુરત તેમજ 26 વર્ષીય સુનિલ હરેન્દ્ર કુમાર ગુપ્તા અશ્વિની કુમાર રોડ કતારગામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી 334.740 કિલો ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 33,47,400, બે મોબાઈલ કિંમત 7000, એક મોટરસાયકલ કિંમત રૂપિયા 25 હજાર મળી 33,79,400નો મુદ્દામાલ કબ્જે કરી કામરેજ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો. માલ મંગાવનાર સુરતના વેડરોડ કતારગામ ખાતે રહેતા એમ.જે.પ્રધાનને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot Crime : ગાંજાનો સ્ટોક મહિલાને ડિલિવર થાય એ પહેલા જ શખ્સો ઝડપાયા, રીક્ષામાં થતી હેરાફેરી

ગાંજાનો જથ્થો સગેવગે : એમ.જે.પ્રધાન નામના શખ્સે ઓડિસાથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. પરબ ગામની સીમમાં એક શેરડીના ખેતરમાં સંતાડી રાખ્યો હતો. પકડાયેલા આરોપી સંજય અને સુનિલ આ જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હતા, ત્યારે જ પોલીસે છાપો મારતા તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો : વાડી રે માયલો લીલો ગાંજો, હનુમાન દાદાની સેવા પાછળ ગાંજાના છોડનું વાવેતર કરતા પુજારી

પોલીસનું નિવેદન : સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા SAY NO TO DRUGS અભિયાન હેઠળ પોલીસે નારકોટિક્સના ગેરકાયદે ધંધા કરતા લોકો સામે સખત કાર્યવાહી ચાલુ કરી હતી. આથી આરોપીઓએ એક નવી મોડ્સ ઓપરેન્ડી શરૂ કરી છે. પકડાઈ જવાની બીકે આરોપીઓએ શેરડીના ખેતરમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો. પરંતુ એસ.ઓ.જી. ટીમની સજાગતાથી તેમનો આ મનસૂબો નિષ્ફળ નીવડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.