સુરત : ભારતીય જનતા પાર્ટીના આજે 43 વર્ષ પુર્ણ થયા છે. 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી. ભાજપના શૂન્યથી શિખર સુધીની સફરમાં ગુજરાતનો મહત્વપૂર્ણ યોગદાન છે. ભાજપ માટે ગુજરાત એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્થાપિત થયું છે. રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત ગુજરાતની ભૂમિથી થઈ હતી. આજ ગુજરાતમાં વર્ષ 1984માં ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં માત્ર એક જ બેઠક મળી હતી. જોકે છેલ્લા બે વખતથી ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનું કમળ ખીલી રહ્યું છે.
ગુજરાતનો સિંહ ફાળો : ભારતીય જનતા પાર્ટીની સ્થાપના બાદ તેના મૂળ મજબૂત કરવામાં ગુજરાતનો સિંહ ફાળો છે. ગુજરાતથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું રાજકારણ કઈ રીતે થઈ શકે તેનો ઉત્તમ ઉદાહરણ ભારતભરમાં ભાજપે રજૂ કર્યું હતું. જે રાજ્યમાં ભાજપનો અસ્તિત્વ નહોતું અને માત્ર એક લોકસભા બેઠક ભાજપએ હાંસિલ કરી હતી. તેને છેલ્લા બે વખતના લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો હાંસલ કરી છે. કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ માટે ગુજરાત એક પ્રયોગશાળાની આ અંગે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને રાજકારણના નિષ્ણાંત નરેશ વરિયાએ વિગતવાર જાણકારી આપી હતી.
1980માં ભાજપ બન્યું : નરેશ વરિયાએ જણાવ્યું હતું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. દેશમાં હાલ ભાજપનું શાસન છે. જેમાં અનેક રાજ્યોની ભૂમિકા છે. જેમાંથી એક ગુજરાત છે. ગુજરાત અગાઉથી જ ભાજપનો પ્રયોગશાળા તરીકે ઓળખાય છે. જનસઘથી જે તેમની જડમૂળથી મજબૂત થઈ હતી. વર્ષ 1980માં ભાજપ બન્યું. ત્યારથી જ ગુજરાતમાં ભાજપનું પગપેસેરો વધ્યો. સૌથી અગત્યની વાત છે કે, ભાજપનું એક માત્ર લોકસભા ચૂંટણીમાં સીટ આવી હતી અને ત્યારે દેશમાંથી બે જ સીટ મળી હતી. ત્યારથી જ ગુજરાતમાં ભાજપની જડો મજબૂત થવા લાગી હતી.
જાતિગત સમીકરણ બન્યા : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ ત્યારબાદ ભાજપા દિવસે દિવસે મજબૂત થવા લાગી. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને માધવ સિંહ મુખ્યપ્રધાન હતા. તેઓએ પોતાના શાસનકાળમાં એક નિર્ણય લીધો. તેને ગુજરાત રાજકારણનો એક ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવે છે. તેઓએ ઓબીસી જ્ઞાતિ માટે 27 ટકા અનામતની જાહેરાત કરી હતી. આ નિર્ણયના કારણે ગુજરાતમાં જે પાટીદાર સમાજના લોકો હતા. તેઓ કોંગ્રેસથી નારાજ થયા અને ભાજપ તરફ વળ્યા.
કોંગ્રેસ સાથે રહ્યું તે ભાજપ તરફ વળ્યું : તો બીજી બાજુ ગુજરાતમાં તે વખતે કોમી રમખાણો ખૂબ જ થતા હતા. લોકોની અંદર પણ એક અસુરક્ષા હતી. ત્યારબાદ 1989 રામ જન્મભૂમિ આંદોલન શરૂ થાય છે. જેની શરૂઆત પણ ગુજરાતના સોમનાથ મંદિરથી થાય છે જે અયોધ્યા સુધી યાત્રા જાય છે. આ રીતે ગુજરાતમાં જે પોલરાઇઝેશન થયું જાતિગત સમીકરણ બન્યા. જેના કારણે એક વર્ગ જે હંમેશાથી કોંગ્રેસ સાથે રહ્યું તે ભાજપ તરફ વળ્યું.
ડેવલપમેન્ટનો એજન્ડા સાથે ચલાવ્યો : સાથે તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે જે ખામ થિયરી અપનાવી હતી. તેના કારણે ગુજરાતના લોકોમાં રોષ જોવા મળી રહો હતો. આ બધા કારણોસર ગુજરાતમાં ભાજપ મજબૂત થયું હતું. તેઓ એક વોટ બેંક સ્થાપિત કર્યું અને તેઓ શાસનમાં આવ્યા ત્યારબાદ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા. નરેન્દ્ર મોદીએ ગુજરાતના જે આખા પોલિટિકલ સીનારીઓ છે તેને બદલી નાખ્યો. જોકે વર્ષ 2002માં ગોધરા રમખાણો થયા ત્યાર પછી તેમની છબી હિન્દુ હૃદય સમ્રાટ તરીકે બની. એની સાથે તેઓએ ડેવલપમેન્ટનો એજન્ડા પણ સાથે ચલાવ્યો હતો.
આ પણ વાંચો : BJP Foundation Day 2023 : ભાજપ સ્થાપના દિવસ ઉજવણીમાં પીએમ સંબોધન સહિત કેવા કાર્યક્રમો નક્કી થયાં જૂઓ
દરેક ગામમાં વીજળીનો નેટવર્ક સ્થાપિત કર્યો : તેઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં ઘણી યોજનાઓ છે જે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. શાળાઓમાં જ્યારે ડ્રોપ આઉટની સંખ્યા વધારે હતી, ત્યારે તેઓએ શાળામાં પ્રવેશ ઉત્સવની શરૂઆત કરાવી. ગુજરાતમાં વીજળીની સમસ્યા હતી. તેઓએ જ્યોર્તિ ગામ યોજનાની શરૂઆત કરી. દરેક ગામમાં વીજળીનો નેટવર્ક સ્થાપિત કર્યો જેના કારણે લોકો જે શાસનને લઈ વિચારતા હતા. તેના કારણે લોકોના દ્રષ્ટિ કોણ બદલાયા. નર્મદા યોજનાની વાત હોય તો ત્યારે તેઓ પોતે એક મુખ્યપ્રધાન હોવા છતાં અનશન પર ઉતરી જાય છે. આ યોજના પણ ગુજરાતના લોકોની ભાવના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ યોજના હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ડેવલપમેન્ટની એક નવો રાજકારણ શરૂ કર્યો. આજ કારણ છે કે ગુજરાતમાં ભાજપ મજબૂત થઈ.
આ પણ વાંચો : Bjp foundation day 2023: ભાજપનો સ્થાપના દિવસ જાણો ગુજરાતમાં ભાજપનો ઇતિહાસ..!
ગુજરાતને વિકસિત રાજ્ય : વરીયાએ વધુમાં જણાવ્યું હતું કે ,વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો આ ચૂંટણી ગુજરાત રાજકારણમાં ખૂબ અભૂતપૂર્વ ચૂંટણી ગણી શકાય. આ પહેલા કોંગ્રેસના માધવસિંહ સોલંકી મુખ્યપ્રધાન હતા, ત્યારે 149 બેઠકો મળી હતી. પરંતુ હાલના વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે ભાજપે નવો રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આ જ ભાજપનું વિચાર છે જે ગુજરાતને વિકસિત રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.