ETV Bharat / state

Surat Rath Yatra 2023 : સુરતમાં ગોખલા જેવડી દુકાનમાં રથયાત્રાનો 60 ફૂટનો ઘુમ્મટ તૈયાર કરતા 68 વર્ષીય લતાબેન - સુરત ઇસ્કોન મંદિરથી રથયાત્રા

સુરતમાં રથયાત્રાનો ઘુમ્મટ 68 વર્ષીય લતાબેન તૈયાર કરે છે, લતાબેન 8 બાય 12ની દુકાનમાં 60 ફૂટનો વિશાળ ઘુમ્મટ બનાવે છે. આ મહિલા પોતાના હાથે ઘુમ્મટમાં ચક્ર, ગદા અને ધ્વજ બનાવે છે જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. સુરતમાં જગન્નાથજીના રથ માટે 60 ફૂટ ઘેરાવ શિખર 8 બાય 12ની નાની દુકાનમાં બનાવતા સુરતનાં 68 વર્ષીય લતા બેન.

Surat Rath Yatra 2023 : સુરતમાં ગોખલા જેવડી દુકાનમાં રથયાત્રાનો 60 ફૂટનો ઘુમ્મટ તૈયાર કરતા 68 વર્ષીય લતાબેન

author img

By

Published : Jun 19, 2023, 8:12 PM IST

સુરતમાં ગોખલા જેવડી દુકાનમાં રથયાત્રાનો 60 ફૂટનો ઘુમ્મટ તૈયાર કરતા 68 વર્ષીય લતાબેન

સુરત : 20 જુનના રોજ સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. સુરતના ઇસ્કોન મંદિરમાં 65 મીટર કાપડનો ઉપયોગ કરીને રથના ઘુમ્મટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ વિશાળ કાય ઘુમ્મટ સુરતની 68 વર્ષીય મહિલા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. માત્ર સુરત જ નહીં પરંતુ રાજસ્થાનના ભીલવાડા અને ગુજરાતના વાપીમાં નીકળનારી રથયાત્રાના રથ માટે તેઓએ વિશાળ કાય ઘુમ્મટ તૈયાર કર્યો છે.

નાની દુકાનમાં વિશાળ કામ : લતાબેન કાપડનું રફ અને જુના કાપડની સિલાઈ કરે છે, પરંતુ વર્ષમાં એકવાર તેઓ નવા કાપડ પર સિલાઈ કરતા હોય છે. જ્યારે રથયાત્રાનો પર્વ આવે છે એ પહેલા તેમને મંદિર તરફથી રથયાત્રા માટે ઘુમ્મટ બનાવવા માટે ઓર્ડર આપવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી તેમને આ ઓર્ડર મળે છે, પરંતુ આ વખતે માત્ર સુરત જ નહીં પરંતુ રાજસ્થાનના ભીલવાડા અને વાપીમાંથી નીકળનાર રથયાત્રા માટે ઘુમ્મટ બનાવવા માટે ઓર્ડર મળ્યા હતા. સૌથી અગત્યની વાત છે કે, તેઓ પોતાની 8 બાય 12 જેટલી નાની દુકાનમાં તેઓ 60 ફૂટ નો વિશાળકાય રથ માટે ઘુમ્મટ બનાવે છે.

10 વર્ષથી રથ માટે ઘુમ્મટ બનાવે છે : સુરતમાં નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુંદર અને સુશોભિત ઘુમ્મટ જોઈ દર વ્યક્તિ પ્રશંસા કરતા હોય છે, પરંતુ લોકોને ખબર નથી કે આ ઘુમ્મટ સુરતની 68 વર્ષીય મહિલા દ્વારા તૈયાર કરવામાં આવે છે. દર વર્ષે ભગવાન બિરાજમાન થાય તે રથ ઉપર મોટો ઘુમ્મટ બનાવાય છે. છેલ્લા 10 વર્ષથી રથ માટે ઘુમ્મટ બનાવવા મંદિર દ્વારા રામનગરમાં રહેતા મહિલા લતાબેન ચાવડાને કામગીરી આપવામાં આવી છે. રથના શિખર બનાવવા માટે લતાબેનના પતિ અને તેમના પુત્ર પણ મદદ કરે છે. ઉલ્લેખનીય એ છે કે આખું વર્ષ તેઓ જુના કપડા પર સ્ટિચિંગ કરે છે અથવા તો રફનું કામ કરે છે. પરંતુ વર્ષમાં એક જ સમયે એટલે કે રથયાત્રા પહેલા તેઓ નવા કાપડ પર સિલાઈ કરતા હોય છે, જેથી ભગવાનના રથને સુંદર શિખર મળી શકે.

ઘુમ્મટ પર આકર્ષણ વસ્તુ : લતાબેને કહ્યું કે, મંદિરમાં વર્ષોથી દર્શન માટે આવું છું. એક વખત કાપડનો ઘુમ્મટ બનાવતા જોઈને હું પણ આ કામ કરી શકું તેવો વિચાર આવ્યો હતો. હું મારા 8 બાય 12ની નાની દુકાનમાં આ વિશાળ કાય રથ માટે શિખર બનાવી રહી છું. હું જુના કપડા પર સ્ટિચિંગ કરું છું. પરંતુ ઈશ્વરની કૃપાથી નવા કપડા પર ભગવાન માટે શિખર બનાવી રહી છું. આ શિખરની વિશેષતા છે કે એમાં ભગવાન જગન્નાથના ચિન્હો હોય છે. ખાસ કરીને ચક્ર, ગદા અને ધ્વજ આ તમામ વસ્તુઓ હું પોતે હાથથી બનાવું છું અને ત્યારબાદ તેને સ્ટિચ કરવામાં આવ્યા છે.

2 કાપડનો ઉપયોગ કરવામાં આવે છે : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘુમ્મટની વિશેષતા એ છે કે, તેની પહોળાઈ 18 ફુટની, જ્યારે ઘેરાવો 60 ફૂટનો છે. 65 મીટર જેટલા 2 કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કામગીરી ઘણી જ કઠીન છે, પરંતુ ભગવાનના આશીર્વાદથી દર વખતે સફળતાથી ઘુમ્મટ બનાવ છું. કામગીરીમાં તેમનો દિકરો પણ કેટલીકવાર મદદ કરે છે.

  1. Ahmedabad Rathyatra 2023: સરસપુરમાં બે લાખ જેટલા શ્રદ્ધાળુ લેશે પ્રસાદનો લાભ, જાણો કેવી છે તેયારીઓ
  2. Patan Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ કરી, સાયરનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
  3. Vadodara Rath Yatra 2023 : વડોદરામાં રામનવમીની ઘટનાને લઈને રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત, રુટ પર રિહર્સલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.