ETV Bharat / state

સુરત બન્યું સાયબર હુમલાનું હબ, 2022માં ગુજરાતના કુલ કેસોમાંથી 26 ટકા કેસ સુરતમાં નોંધાયા, પરંતુ તેની સામે ડિટેકશન કેટલું ? - સાઈબર ક્રાઈમ પોલીસ

ગુજરાતની આર્થિક રાજધાની અને બિઝનેસ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર સાયબર હુમલાની બાબતમાં હબ બની રહ્યું છે. NCRB દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ 2022માં સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઈમના કુલ કેસોમાંથી 26 ટકા કેસ માત્ર સુરત શહેરમાં જ બન્યા છે. જોકે સાયબર સેલ તરફથી જાણવા મળ્યું છે કે તમામ કેસોમાં 90% ડિટેકશન કરવામાં આવ્યું છે, એટલું જ નહીં લોકોને ન્યાય મળે અને ફરિયાદ દાખલ થશે તો જાગૃતિ આવશે આ માટે પ્રયાસો સાઈબર સેલ તરફથી કરવામાં આવતા હોય છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 8:01 PM IST

સુરત બન્યું સાયબર હુમલાનું હબ,

સુરત: સુરત શહેર વ્યવસાય માટે એટલું જ જાણીતું છે જેટલું તે નોકરીવાળા લોકો માટે છે. આવી સ્થિતિમાં પાર્ટ ટાઈમ જોબના નામે ટાસ્ક પૂરા કરવા, ક્રેડિટ કાર્ડમાં નામ બદલવા, ફેક આઈડી બનાવીને છેતરપિંડી જેવા અનેક ગુનાઓ અહીં અવારનવાર બને છે અને સામાન્ય લોકો તેનો ભોગ બને છે.સમગ્ર રાજ્યની વાત કરીએ તો 4 મોટા શહેરો અમદાવાદ સિટી, રાજકોટ સિટી, સુરત સિટી અને બરોડા સિટીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં સુરત પ્રથમ નંબરે છે. સુરત શહેરમાં સાઇબર સંબંધીત ગુનાઓ સૌથી વધુ નોંધાયા છે બીજી બાજુ પોલીસ પણ આવનાર તમામ અરજીઓની ગંભીરતા જોઈ તેની તપાસ કરતી હોય છે. અને તાત્કાલિક ફરિયાદ નોંધે છે આ જ કારણ છે કે સુરતમાં સૌથી વધારે સાયબર સંબંધિત ગુનાઓ નોંધાયા છે.

રાજ્યમાં સાયબર હુમલાનો તરખાટ: જ્યાં વર્ષ 2022માં સુરત શહેરમાં 371 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 261 કેસ હતા, જ્યારે બરોડા શહેર 55 કેસ સાથે ત્રીજા સ્થાને હતું અને રાજકોટ શહેર 38 કેસ સાથે ચોથા સ્થાને હતું, જે કચ્છ પશ્ચિમ અને ખેડા જિલ્લા સાથેના આંકડા જાહેર કરે છે. ગ્રામ્યની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં 20, રાજકોટ ગ્રામ્યમાં 13, સુરત ગ્રામ્યમાં 18 અને વડોદરા ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. આ ચારની રેન્જની વાત કરીએ તો અમદાવાદ સાયબર રેન્જમાં 35, રાજકોટ સાયબર રેન્જમાં ત્રણ, સુરત સાયબર રેન્જમાં 8 અને બરોડા સાયબર રેન્જમાં 8 કેસ નોંધાયા છે.

સાયબર પોલીસ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે આ અંગે જણાવ્યું હતું કે, સુરત રાજ્યનું આર્થિક પાટનગર છે, અને અહીં વ્યવસાય સાથે લોકો સૌથી વધારે નોકરી પણ કરે છે. લોકોને ઘણીવાર ખબર પણ પડતી નથી કે તેમની સાથે સાયબર ફ્રોડ થઇ રહ્યું છે. અમારી પાસે ઘણી અરજીઓ આવતી હોય છે અમે તો પ્રયત્નશીલ રહીએ છીએ, કે તેનો નિકાલ આવે અને લોકોને સંતોષ થાય. પરંતુ ક્યારેક ફરિયાદ જ દાખલ કરવામાં આવતી નથી. જોકે, આરોપીઓની ધરપકડ પણ ઝડપી થાય છે અને લોકોને મુદ્દા માલ પણ મળી જાય આ માટે સાયબર સેલ પ્રયત્નશીલ રહે છે. સુરત સાયબર સેલ દ્વારા અનેક આવા ગુનામાં સંડવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓએ સુરત જ નહીં પરંતુ દેશભરના લોકોને સાઈબર ફ્રોડનો શિકાર બનાવ્યો છે. અમે સતત અનેક માધ્યમોથી થકી જાગૃતિ અભિયાન કાર્યક્રમો માટે પણ પ્રયત્નશીલ રહીએ છીએ. જેટલા પણ ગુના બન્યા છે તેની સામે સુરત સાયબર સેલે 90 ટકા ડિટેકશન પણ કર્યા છે.

નાઈજેરીયન ગેંગની ધરપકડ: બે વર્ષ પહેલા દેશભરની 40 થી પણ વધુ નામાંકિત હોસ્પિટલોના નામે ફેક વેબસાઈટ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરનાર નાઈજેરીયનની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. નાઈજેરીયન ગેંગના લોકો ફેક વેબસાઈટના માધ્યમથી કિડનીના બદલે ચાર કરોડ, સાત કરોડ રૂપિયા આપવાની લાલચ આપતા હતા. આ છેતરપિંડીમાં સુરતનો એક યુવક પણ ફસાયો હતો. દેશભરમાં આતંક મચાવનાર આ નાઈજેરિયન ગેંગના લોકોની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા બેંગ્લોરથી કરાઈ હતી..

જામતારા ગેંગનો પર્દાફાશ: ઝારખંડના જામતારા વિસ્તારમાં રહી દેશભરના 744 લોકોને કસ્ટમર કેર નંબર થી છેતરનાર અને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ગેંગની ધરપકડ પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ કરવામાં આવી હતી. આ લોકો કુરિયર કંપનીના બોગસ કસ્ટમર કેર નંબર થી ગૂગલ પર મુકતા હતા અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા.

લોકો વધારે ફરિયાદ નોંધાવે: સુરત સાયબર સેલ દ્વારા સંજીવની 2.0 કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, 2 લાખ થી વધુ બુકલેટ સાઇબર ક્રાઇમ સંબંધીત છપાવવામાં આવ્યા છે. જેમાં સાયબર ક્રાઇમ સંબંધી 25 જેટલા ગુનાઓની જાણકારી પણ લોકોને મળી રહે આ માટે ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં સાયબર ક્રાઇમ દ્વારા બે ખાસ વાહનો તૈયાર કરવામાં આવ્યા છે, જે દરેક પોલીસ સ્ટેશનમાં ફરીને લોકોને સાયબર સંબંધિત ગુનાઓ અંગેની જાણકારી આપે છે જેથી લોકો સાયબર ફ્રોડના શિકાર ન થાય. ઘણા આવા બનાવો પણ સામે આવતા હોય આ લોકો સાયબર ફ્રોડના શિકાર થઈ જતા હોય છે. પરંતુ પોલીસ સમક્ષ આવતા નથી લોકો પોલીસ સમક્ષ આવે આ માટે સાયબર પોલીસ દ્વારા સતત અભિયાન ચાલુ રાખવામાં આવે છે આ જ કારણ છે કે સુરક્ષામાં સૌથી વધુ સાયબર ફ્રોડના ગુના નોંધાયા છે.

  1. બેભાન પિતાના અંગુઠાના નિશાન લઈ નકલી વિલ બનાવ્યું, સબ રજિસ્ટ્રાર સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
  2. સુરતમાં સંજય સુરાના સહિત ચાર મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં ITના દરોડા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.