ETV Bharat / state

બારડોલીના તાજપોરમાં દીપડાએ બકરીનો શિકાર કરતા ભયનો માહોલ - undefined

સુરત પાસે આવેલા બારડોલી તાલુકાના તાજપોર ગામે દીપડાએ એક બકરીનો શિકાર કરતા ગામમાં ચકચાર મચી ગઇ છે. ગામના લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. વનવિભાગે પણ આ મામલે પગલાં લેવાના શરૂ કરી દીધા છે.

બારડોલીના તાજપોરમાં દીપડાએ બકરીનો શિકાર કરતા ભયનો માહોલ

author img

By

Published : Dec 24, 2022, 7:38 PM IST

બારડોલી: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તાજપોર બુજરંગ ગામમાં દીપડાએ વાડામાં બાંધેલી બકરીને ખેંચી જતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. બારડોલી તાલુકાના તાજપોર ગામે દીપડાએ એક બકરીનો શિકાર કરતા ગામમાં ચકચાર મચી ગઇ છે. ગામના લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. તાજપોર ગામે મંદિર ફળિયામાં રહેતા દિનુભાઈ છોટુભાઈ કોંકણી પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ વાડામાં બનાવેલા કોઢારમાં ગાય ભેંસની સાથે બકરા પણ બાંધે છે.

બકરીને દબોચીઃ ગત રાત્રે 12 વાગ્યાનું આસપાસ વન્યપ્રાણી દીપડો કોઢારમાં ઘુસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી એક બકરીને દબોચી લીધી હતી. દીપડાને જોઈને અન્ય પશુઓ ભડકયા હતા. અવાજ થતા જ ઘરમાલિક દિનુભાઈ જાગી ગયા હતા. કોઢારમાં જઈને જોતા દીપડો બકરીનો શિકાર કરી રહ્યો હતો. દિનુભાઈએ બુમાબુમ કરતા દીપડો બકરીને છોડીને નાસી છૂટ્યો હતો.

મૃતદેહનો પંચક્યાસ કર્યોઃ સમગ્ર ઘટના અંગે ગામના સરપંચ રાહુલ કોંકણીએ બારડોલી ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતી. તેમણે બારડોલી આર.એફ.ઓ. સુધા ચૌધરીને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પહોંચી હતી અને મૃત બકરીના મૃતદેહનો પંચક્યાસ કરી આગળની તપાસ હાથ ધરી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.