સુરત : ઔદ્યોગિક વિસ્તાર હજીરા, ONGC બ્રિજ પાસે જેટી પરથી પાંચ બાજ શિપ તણાઈને આવી જતા કોલસા કંપનીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. જેટી સાથે બંધાયેલી રસી તૂટી જતા આ બાજ શિપ ONGC બ્રિજ આવી પહોંચ્યા હતા. આ ઘટના કઈ રીતે બની તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
શું છે સમગ્ર બનાવ : હજીરા વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. મહાકાય ઔદ્યોગિક એકમોના કારણે અહીં વિશાલકાય શિપ જોવા મળતા હોય છે. પરંતુ હજીરા ખાતે આવેલા ONGC બ્રિજની એકદમ નજીક કોલસા ભરેલા બાજ શીપ આવી પહોંચતા ભયનો માહોલ સર્જાયો હતો. ઈન્ડોનેશિયાથી આવેલા કોલસા ભરેલું બાજ મગદલ્લા બંદર ખાતે ખાલી કરવામાં આવે તે પહેલા રસીથી અલગ પડી જતા આ શીપ ONGC બ્રીજ નજીક આવી પહોંચ્યું હતું.
આ પણ વાંચો : Income Tax raid જામનગરમાં શિપ બ્રેકિંગના ઉદ્યોગકારો સાથે સંકળાયેલા જૂથને ત્યાં ITની તવાઈ
તપાસ શરૂ થઈ ગઈ છે : દરિયામાં ભરતીના કારણે માનવામાં આવી રહ્યું છે કે, રસી સાથે બહાર છૂટી પડતા તણાઈને બ્રિજ સુધી આવી ગયા હતા. તમામ બાજ શિપમાં કોલસા ભરેલા હતા. કઈ રીતે તૂટી ગઈ અને ઓએનજીસી બ્રિજ પાસે આવીને તે બ્રિજના પિલર સાથે અથડાય છે કે નહીં અને કોઈ નુકસાન થયું છે કે નહીં તે અંગેની તપાસ શરૂ થઈ ગઈ છે. જોકે હાલ હવામાન ખાતાએ પણ આગાહી કરી છે અને વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ દરિયામાં કરંટના કારણે આ ઘટના બની હોય તેવું પણ લોકો માની રહ્યા છે.
આ પણ વાંચો : મંદી વચ્ચે પણ 5 સ્ટાર 12 માળની ક્રુઝ શિપ ભંગાવવા માટે આવી
અગાઉ પણ આ ઘટના બની છે : જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની હાનિ થઈ નથી. પાંચ જેટલી બાજ શીપ તણીને ONGC બ્રિજ પાસે આવી પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હજીરા કોસ્ટલ વિસ્તારમાં અનેક કંપનીઓ બાજને બાંધવામાં ઉપયોગમાં લેતા હોય છે. ક્યારે આ બાજ શીપ તણાઈને આવી ત્યારે ONGC બ્રિજના પીલર પાસે આવીને ઊભી થઈ ગઈ હતી. એક સાથે પાંચ શિપ તણાઈને આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જોકે, વર્ષ 2009ના 11મી ફેબ્રુઆરીના રોજ પણ બે જહાજ આ ONGC બ્રિજ સાથે અથડાયા હતા અને રેલિંગ તૂટી પડી હતી. ત્યારબાદ પણ અવારનવાર આવી ઘટના સામે આવી ચૂકી છે.