ગુજરાતના સુરત શહેરમાં સાઇરસ મિસ્ત્રીના પરદાદા રહેતા હતા. સાઈરસ મિસ્ત્રી પાસે એક ડાયરી છે કે, જે તેના પરદાદાએ લખી હતી. વર્ષ 2017માં તેઓ આ ડાયરી સાથે સુરતના વેસુ વિસ્તારમાં ખાનગી કાર્યક્રમ હેઠળ સુરત આવ્યા હતા. સુરતનો વેસુ વિસ્તાર કે, જ્યાં તેમના પરદાદાનો જન્મ થયો હતો. તેમણે ત્યાં જ ભણતર પૂર્ણ કર્યું હતું.
સુરતના વેસુ ગામમાં અગિયારી મહોલ્લો છે કે, જ્યાં સાઇરસ મિસ્ત્રીના પરદાદાનું ભણતર થયુ હતું. અહીં આજે પણ ફાયર હાઉસ જોવા મળે છે. જેમાં સાઇરસ મિસ્ત્રીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફાયર હાઉસના પુનરુત્થાનનું કાર્ય પણ સાઇરસ મિસ્ત્રી દ્વારા કરાવવામાં આવ્યુ હતુ. આ ફાયર હાઉસમાં સાઈરસ મિસ્ત્રીએ પોતે હાજર રહી લગભગ એક કલાક જેટલો સમય વિતાવ્યો હતો. તેમજ પૂરી જાણકારી મેળવી હતી. વેસુ વિસ્તારમાં તપાસ કરતા એક ખાલી પ્લોટ નજરે આવશે.
આ ખાલી પ્લોટ ઉપર પહેલાં એક શાળા હતી. જેમાં સાઇરસ મિસ્ત્રીના પરદાદા ભણતા હતા. બે વર્ષ પહેલા જ્યારે સાઇરસ મિસ્ત્રી સુરત આવ્યા હતા. ત્યારે તેમણે આ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે આશ્વાસન આપ્યુ હતું કે, તેઓ આ શાળાનુ પુનરુત્થાન કરશે. તેમજ આ વિસ્તારને એક ઐતિહાસિક પેલેસ તરીકે વિકસાવશે.
સાઈરસ મિસ્ત્રીએ ગામના લોકોને પણ આશ્વાસન આપ્યુ હતું કે, લોકોના સહકારથી આ વિસ્તારને વિકસાવવામાં આવશે. વર્ષ 2017માં જ્યારે મિસ્ત્રી સુરત આવ્યા હતા. ત્યારે તેમની સાથે એક ડાયરી હતી. આ ડાયરીમાં પરદાદાએ આ વિસ્તારનો લેખ પણ લખ્યો હતો. સાઇરસ મિસ્ત્રી પરિવાર સાથે ધંધાકીય અર્થે મુંબઈ સ્થાયી થઈ ગયા હતા. પરંતુ પરદાદાની જન્મભૂમિ સાઇરસ મિસ્ત્રીને યાદ છે. આ વિસ્તારમાં સાઇરસ મિસ્ત્રીના પરદાદાએ રોડ પણ બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આશાપુરા માતાનું મંદિર પણ આવેલું છે. જ્યાં સાઇરસ મિસ્ત્રીના પરદાદા કાલભૈરવની પૂજા પણ કરતા હતા. આશાપુરા મંદિર મિસ્ત્રી પરિવાર માટે ખૂબજ આસ્થાનું કેન્દ્ર છે. કારણકે, અહીં વર્ષો પહેલા સાઇરસ મિસ્ત્રીના પરદાદા પણ પૂજા કરતા હતા. બે વર્ષ પહેલાં સાઇરસ મિસ્ત્રીએ પોતે અહીં આવી ખાસ પૂજા-અર્ચના કરી હતી.
વૈદિક મંત્રો સાથે થયેલી આ પૂજા અર્ચના પાંચ પૂજારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેના કેટલાક અંશ અંગ્રેજીમાં પણ અનુવાદ કરી સાઇરસ મિસ્ત્રીને સમજાવવામાં આવ્યા હતા. સાઈરસ મિસ્ત્રીએ પોતાના પરદાદાની ડાયરી મુજબ ગામના લોકોને જણાવ્યુ હતું કે, આશાપુરા મંદિરમાં એક પ્રતિમા છે. જે કાલભૈરવની છે.
સાઇરસ મિસ્ત્રીની આસ્થા આ મંદિર પ્રત્યે જોવા મળી હતી. સ્થાનિકોને પણ આશા છે કે. સાઇરસ મિસ્ત્રી હવે ટાટા કંપનીના વડા બન્યા છે. તેથી એમની આસ્થા મુજબનું ભવ્ય મંદિર બનાવશે.