ETV Bharat / state

Surat Anti Corruption Bureau: સુરત ACBની ટીમે ફાયર ઓફિસર સહિત અન્ય એક વ્યક્તિને લાંચ લેતા ઝડપ્યા

સુરત ACB ટીમએ ફાયર (Surat Anti Corruption Bureau)ઓફિસર સહીત અન્ય એક વ્યક્તિને લાંચ લેતા રંગે હાથે ઝડપી પડ્યો છે. આ મામલે આ કામના ફરિયાદીએ કોમર્શીયલ શોપીંગ સેન્ટરની ફાયર સેફટી NOC રીન્યુ કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation)ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરી હતી. જેમાં આરોપી ફાયર ઓફિસરે વરાછામાં જેમણે ફરિયાદી પાસે NOC રીન્યુ કરાવવા માટે 30,000 રૂપિયા લાંચ માંગી હતી.

Surat Anti Corruption Bureau: સુરત ACBની ટીમે ફાયર ઓફિસર સહીત અન્ય એક વ્યક્તિને લાંચ લેતા ઝડપી પાડ્યાં

author img

By

Published : Jan 28, 2022, 2:08 PM IST

Updated : Jan 28, 2022, 2:58 PM IST

સુરત: શહેરની ACB ટીમએ ફાયર ઓફિસર સહીત અન્ય એક વ્યક્તિને 30,000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા હાલ બંને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ફાયર ઓફિસર છટકામાં ભેરવાતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો

સુરત ACB ટીમએ ફાયર ઓફિસર સહીત(Surat Fire Department ) અન્ય એક વ્યક્તિને 30,000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પડ્યો છે. આ મામલે આ કામના ફરિયાદીએ કોમર્શીયલ શોપીંગ સેન્ટરની ફાયર સેફટી NOC રીન્યુ (Shopping Center Fire Safety NOC)કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના(Surat Municipal Corporation) ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરી હતી. જેમાં આરોપી બેચરભાઈ કરમણભાઈ સોલંકી ફાયર ઓફિસર વર્ગ-૩ મોટા વરાછા જેમણે ફરિયાદી પાસે NOC રીન્યુ કરાવવા માટે 30,000 રૂપિયા લાંચ માંગી હતી. જેને લઇ(Surat Anti Corruption Bureau) ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા તો તેમણે ACBનો સંપર્ક કર્યો અને ACB ટીમે આજરોજ શહેરના મોટા વરાછા ખાતે આવેલ ચા એન્ડ કોફી શોપ પાસે વોચ ગોઠવી ફાયર ઓફિસના એક ખાનગી વ્યક્તિ જેમનું નામ સચિનભાઈ અરજણભાઈ ગોહિલને ફરિયાદીએ 30,000 રૂપિયા આપતાં આરોપી સચિનભાઈ અરજણભાઈ ગોહિલએ 30,000 રૂપિયા લેતા જ રંગે હાથે ઝડપી પડ્યો હતો. ત્યાર બાદ આરોપી સચિનભાઈ અરજણભાઈ ગોહિલએ આરોપી બેચરભાઈ કરમણભાઈ સોલંકી ફાયર ઓફિસર સાથે હેતુલક્ષી વાત કરી ACB ટીમે બંને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જોકે ફાયર ઓફિસર કક્ષાનો અધિકારી 30 હજારના છટકામાં ભેરવાતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આ પણ વાંચોઃ PM Modi In NCC Rally : NCC કેડેટ્સ વચ્ચે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા વડાપ્રધાન મોદી

ફાયર સેફટી NOC રીન્વ્યું કરવા માટે રૂપિયા લાંચ માંગી

આ બાબતે ACB દ્વારા એમ કહેવામાં આવ્યું કે ગતરોજ સુરત ACBમાં એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતીકે ફરિયાદીએ કોમર્શીયલ શોપીંગ સેન્ટરની ફાયર સેફટી NOC રીન્યુ કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરી હતી. જેમાં ફાયર સેફટી NOC રીન્યું કરવા બાબતે આરોપી બેચરભાઈ કરમણભાઈ સોલંકી જેઓ વર્ગ-3 ફાયર ઓફિસર છે. તેમણે ફરિયાદ પાસે આ કામ માટે 30 રૂપિયા લાંચ માંગી હતી અને તેઓ લાંચ આપવા માંગતા નઈ હતા એટલે ACBનો સંપર્ક કરી ગતરોજ મોટા વરાછામાં આવેલ ચા એન્ડ કોફી શોપ પાસે આરોપી સચિનભાઈ અરજણભાઈ ગોહિલ જેઓ ખાનગી વ્યક્તિ છે. તેમને આપવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ સ્થળ ઉપર જઈ આરોપીને પૈસા આપતાં ટીમે રંગે હાથે ઝડપી પડ્યો હતો પરંતુ ત્યાં આરોપી બેચરભાઈ કરમણભાઈ સોલંકી જેઓ વર્ગ-૩ ફાયર ઓફિસર હાજર ન હતા એટલે તેમની જોડે આ ખાનગી વ્યક્તિએ હેતુલક્ષી વાત કરી હતી અને ત્યાર બાદ અમારી બીજી ટીમે આરોપી બેચરભાઈ કરમણભાઈ સોલંકી જેઓ વર્ગ-૩ ફાયર ઓફિસરને પણ ડિટેન કર્યા હતા. હાલ તો આ બંનેને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ પણ વાંચોઃ Rape Case in Surat : કિશોરી પર દુષ્કર્મની ઘટનામાં માતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

Last Updated : Jan 28, 2022, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.