ETV Bharat / state

સુરતમાં ઓનલાઈન પેયમેન્ટના નામે છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો - Theft of Surat

સુરત : મોબાઈલના ધંધામાં ખોટ જતા એક યુવક લોકોને OLX પર ખરીદવાના બહાને મોબાઈલ લઈ ખોટી રીતે મોબાઈલનું પેમેન્ટ ભરાઈ ગયા હોવાનું કહી છેતરપિંડી કરતો હતો. જે યુવકને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતમાં ઓનલાઈન પેયમેન્ટના નામે છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો
author img

By

Published : Nov 8, 2019, 7:49 PM IST

સુરતના વરાછામાં પોદ્દાર આર્કડ ખાતે મોબાઇલની દુકાન ચલાવતા એક યુવકે ધંધામાં ખોટ જતાં શોર્ટકટથી રૂપિયા કમાવા OLX પરથી મોબાઇલ વેચનારનો કોન્ટેક કરી ઓનલાઇન પેમેન્ટના નામે મોબાઇલ તફડાવી ફરાર થઈ જતો હતો. આખરે 29 વર્ષીય યુવક અમિત ભરત હીરપરાને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો. હાલમાં તો આ યુવક ઉમરા પોલીસની પકડમાં આવી જતા શહેરના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા છે. પોલીસ તપાસ કરતા અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા હતાં. જેમાં 19મી ઓકટોબરે ઠગ અમિતે ડો. અનુજ ડાયાલાલ ભૂત પાસેથી 71 હજારનો ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી મોબાઇલ પડાવી લીધો હતો.

સુરતમાં ઓનલાઈન પેયમેન્ટના નામે છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો

આ ઉપરાંત ઉધના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા ઠાકોર રમેશભાઈએ પણ મોબાઈલ OLX પર વેચવા મુકતા તેને ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી 65 હજારનો મોબાઇલ, કતારગામ વિસ્તારના યુવકનો 73 હજારનો મોબાઇલ, નવસારી ટાઉન વિસ્તારમાંથી 43 હજારનો મોબાઇલ અને પાંડેસરામાંથી 27 હજારની કિંમતનો મોબાઇલ આ ઠગ યુવકે તફડાવી લીધો હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા અમિત ઉમરાએ પોલીસ સમક્ષ 5 ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. તપાસ હાથ ધરતા તેના મોબાઇલમાં એકસીસ બેંકની એપ્લીકેશન હતી અને તેના ખાતામાં એક પણ રૂપિયો ન હોવા છતાં તે એપ્લિકેશનથી ઓનલાઇન પેમેન્ટના નામે ચાલાકીથી સ્ક્રીનશોટ બતાવી દેતો હતો.

જે સ્ક્રીનશોટ પહેલા તે બનાવીને લાવતો હતો. જેના કારણે મોબાઇલ વેચનાર વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી લેતા હતો. મોબાઇલ લીધા પછી તે 4થી 5 મિનિટમાં ત્યાંથી નીકળી જતો. અમિત આ જ પ્રકારે ઠગાઇ કરવામાં પુણા અને રાંદેર પોલીસના હાથમાં પણ પકડાયો હતો. અમિત ઠગાઇથી મેળવેલા મોબાઇલ વરાછાના પોદાર આર્કેડમાં સસ્તા ભાવે વેચી મારતો હતો, જે રૂપિયાથી પોતાના મોજશોખ પુરા કરતો હતો.

Intro:સુરત : મોબાઈલ ના ધંધામાં ખોટ જતા એક યુવક લોકોને OLX પર ખરીદવાના બહાને મોબાઈલ લઈ ખોટી રીતે મોબાઈલનું પેમેન્ટ ભરાઈ ગયા હોવાનું કહી છેતરપિંડી કરતો હતો જે યુવકને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો આ તેને અગાઉ પણ અનેક જગ્યા પર આવી રીતે ચિટિંગ કર્યા હોવાનું બહાર આવ્યું..

.Body:સુરતના વરાછામાં પોદ્દાર આર્કડ ખાતે મોબાઇલની દુકાન ચલાવતાતો હતો આ યુવક ત્યારે ધંધામાં ખોટ જતાં શોર્ટકટથી રૂપિયા કમાવા OLX પરથી મોબાઇલ વેચનારનો કોન્ટેક કરી ઓનલાઇન પેમેન્ટના નામે મોબાઇલ તફડાવી ફરાર થઈ જતો હતો.આખરે 29 વર્ષીય અમિત ભરત હીરપરાને ઉમરા પોલીસના હાથે ઝડપાઇ ગયો.હાલમાં તો આ યુવક ઉમરા પોલીસની પકડમાં આવી જતા શહેરના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા છે જ્યારે પોલીસે તપાસ કરતા અલગ અલગ કિસ્સાઓ જેમાં 19મી ઓકટોબરે ઠગ અમિતે ડો. અનુજ ડાયાલાલ ભૂત પાસેથી 71 હજારનો ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી મોબાઇલ પડાવી લીધો હતો. આ ઉપરાંત ઉધના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા ઠાકોર રમેશ ભોઈએ પણ મોબાઈલ OLX પર વેચવા મુકતા તેને ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી 65 હજારનો મોબાઇલ, કતારગામ વિસ્તારના યુવકનો 73 હજારનો મોબાઇલ, નવસારી ટાઉન વિસ્તારમાંથી 43 હજારનો મોબાઇલ અને પાંડેસરામાંથી 27 હજારની કિંમતનો મોબાઇલ આ ઠગ યુવકે તફડાવી લીધો હોવાનું બહાર આવ્યું.

Conclusion:પકડાયેલા અમિતે ઉમરા પોલીસ સમક્ષ 5 ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી તેના મોબાઇલમાં એકસીસ બેંકની એપ્લીકેશન હતી. તેના ખાતામાં એક પણ રૂપિયો ન હોવા છતાં તે એપ્લિકેશનથી ઓનલાઇન પેમેન્ટના નામે ચાલાકીથી સ્ક્રીનશોટ બતાવી દેતો હતો. જે સ્ક્રીનશોટ પહેલા તે બનાવીને લાવતો હતો. જેના કારણે મોબાઇલ વેચનાર વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી દેતો હતો. મોબાઇલ લીધા પછી તે 4થી 5 મિનિટમાં ત્યાંથી નીકળી જતો. અગાઉ અમિત આ જ પ્રકારે ઠગાઇ કરવામાં પુણા અને રાંદેર પોલીસમાં પણ પકડાયો હતો. અમિત ઠગાઇથી મેળવેલા મોબાઇલ વરાછાના પોદાર આર્કેડમાં સસ્તા ભાવે વેચી મારતો હતો.જે રૂપિયા થી પોતાના મોજશોખ પુરા કરતો હતો....

બાઈટ :- એમ એલ સુલકા ( પીઆઇ,ઉમરા પોલીસ સ્ટેશન સુરત )

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.