ETV Bharat / state

Surat Accident: સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકોનું સુરતથી નવસારી હાઇવે ઉપર અકસ્માત થતા બંને યુવકોનું મોત - સુરતના લિંબાયત વિસ્તારના બે યુવકો

સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકોનું સુરતથી નવસારી હાઇવે ઉપર અકસ્માત થતા બંને યુવકોનું ટૂંકી સારવાર બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. જોકે, હાઈવે પર સતત અને સખત રીતે વધી રહેલા અકસ્માતને કારણે અનેક લોકોએ અકાળે જીવ ગુમાવ્યા છે.

Surat Accident: સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકોનું સુરતથી નવસારી હાઇવે ઉપર અકસ્માત થતા બંને યુવકોનું મોત

author img

By

Published : Feb 27, 2023, 1:46 PM IST

સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકોનું સુરતથી નવસારી હાઇવે ઉપર અકસ્માત થતા બંને યુવકોનું ટૂંકી સારવાર બાદ

સુરત: લીંબાયત વિસ્તારના બે યુવકો સુરતથી નવસારી કામ અર્થે બાઈક ઉપર જઈ રહ્યા હતા. તેમનો માર્ગ અકસ્માત થયો હતો. બંને યુવકોને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં બંને યુવકોનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખસેડવામાં આવ્યા: સુરતના લિંબાયત વિસ્તારના બે યુવકોનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. લિંબાયત વિસ્તારમાં આવેલ પદ્માવતી સોસાયટીમાં રહેતા હતા 22 વર્ષીય સાદિક અનીસ અહમેદ અને 19 વર્ષીય હાસીમ રહીશ શેખ, જેઓ ગઈકાલે સાંજે સુરતથી નવસારી પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે માણેકપુર ગામ પાસે જ તેમની બાઈક અચાનક થતા જ બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારીના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી આ બંને યુવકોને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો Surat Crime: સાત વર્ષની માસુમ બાળકી પર રેપ વિથ મડર મામલે આરોપીને મુકેશ દોષિત જાહેર

યુવકોનું મોત: સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આ બંને યુવકોનું મોત થઈ ગયું હતું. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કામ પરથી પરત થતી વખતે બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો. આ બાબતે મૃતક હાસીમ શેખના મોટા ભાઈ મોહમ્મદ શેખએ જણાવ્યું કે, હું બહાર હતો અને મારા મિત્રને મને ફોન આવ્યો કે ભાઈનું એકસીડન્ટ થયો છે.

આ પણ વાંચો Surat Crime: ઓઇલ અને કોપર ચોરી આરોપી સાત વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો, આવી રીતે કરતો ચોરી

વેલ્ડીંગનું કામ કરતા: આ એકસીડન્ટ નવસારીમાં થયો હતો. ભાઈ હાસીમ અને તેનો મિત્ર સાદિક આ બંને જણા નવસારી કામ માટે ગયા હતા. ત્યાંથી જ કામ કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે મે મારા ભાઈને છ થી સાત વખત ફોન કર્યો હતો. પરંતુ ફોન ઉચકી ન શક્યો હતો. કોઈ ડોક્ટરે ફોન ઉચક્યો હતો. અને તેમણે માહિતી આપી હતી. તમારા ભાઈ અહીં નવસારી સિવિલ હોસ્પિટલમાં છે. તેમનું અને તેમના મિત્રનું અકસ્માત થયું છે. તેઓ સારવાર હેઠળ છે. આ બંને લોકો વેલ્ડીંગનું કામ કરતા હતા.

કેસ નોંધવામાં આવ્યો: આ ઘટનાને લઈને બંને બાજુએ કેસ નોંધવામાં આવ્યા છે. એક નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતે કેસ નોંધવામાં આવ્યો છે. તો બીજી બાજુ હાલ સિવિલ હોસ્પિટલમાં આ બંને યુવકોનું ડેટ થતા ખટોડરા પોલીસ સ્ટેશન દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. આ બાબતની માહિતી નવસારી ટાઉન પોલીસ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. જેથી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.