સુરત : કામરેજ નવી પારડી ગામની સીમમાં રસ્તો ઓળંગતી વેળા 42 વર્ષીય શ્રમજીવી ઇસમનું વાહનની અડફેટે ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. અકસ્માતની ઘટનાને પગલે કામરેજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નેશનલ હાઈવે 48 પર અકસ્માત : પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં નવી પારડી ગામની સીમમાં પશુનો ચારો લેવા માટે નવીપારડી ગામે રહેતા ભરતભાઇ બાબુભાઇ વસાવા અમદાવાદથી મુંબઇ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ડોકર ખાડી પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે હાઇવે ઉપર પુરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે પોતાનાં કબ્જાનું વાહન પુરપાટ અને ગફ્તલભરી રીતે હાંકી ભરત વસાવાને અડફેટમાં લઇ લેતા જેમને શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ સાથે જેમનું ઘટના સ્થળે મોત થયુ હતું. બનાવની જાણ થતા કામરેજ પોલીસે અજાણ્યા કસૂરવાર વાહનચાલક વિરૂધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
નવી પારડી ગામ પાસે હાઇવે પર અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક 42 વર્ષીય પુરુષનું મોત નિપજ્યું છે.અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે... નરેશભાઈ (કામરેજ પોલીસ મથકના બીટ જમાદાર)
હજીરા રોડ પર ટ્રકે બાળકને અડફેટે લીધો હતો : થોડા સમય પહેલાં થોડા દિવસ પહેલા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરા હજીરા રોડ ઉપર આવેલ બાપા સીતારામ હોટલ પાસે 8 વર્ષીય બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાળકને અડફેટે લીધો હતો. બાળકને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું.
બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું : 3 સપ્ટેમ્બરે બનેલા આ અકસ્માતમાં ઓલપાડના ગોથાણ ગામની સીમમાં હજીરા ઉમરા રોડ નજીક રહેતા સુખાભાઇ ભીખાભાઇ ભરવાડનો નાનો દીકરો રાહુલ (8) એ ઉમરા હજીરા રોડ ઉપર આવેલ બાપા સીતારામ હોટલ પાસેથી રોડ ઉપરથી ચાલતો રોડ ક્રોસ કરી જતો હતો. ત્યારે ટ્રકચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે હંકારી રાહુલને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. જેને સારવાર માટે સુરત ખાતે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે બાળકનું સારવાર દરમિયાન મોત થતાં ઓલપાડ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.